Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીને હાઇકોર્ટમાં હાજર કરો

સેનેટની ચૂંટણી ન કરવાના પ્રશ્ને ચાલતા કેસમાં હાઇકોર્ટનું કડક વલણ

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી નિર્ધારીત સમયમાં જાહેર ન કરવાના પ્રશ્ને હાઇકોર્ટમાં ચાલતા કેસમાં ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવીને કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીને હાજર કરવા ટકોર કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બંધારણીય રીતે સેનેટની ચૂંટણી સમયસર યોજવા બંધાયેલી છે. વાસ્તવમાં ટર્મ પૂરી થાય એ પહેલા જ ચૂંટણી થઇ જવી જોઇએ પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત વર્ષ ૨૦૨૨માં નિર્ધારીત સેનેટની ચૂંટણી યોજાઇ શકી ન હતી. જેના કારણે કેટલાક ભાજપના સિન્ડીકેટ સભ્યોનું સિન્ડીકેટ પદ જતું રહ્યું હતું.

આ કારણે આવા સિન્ડીકેટ સભ્યો દ્વારા સમગ્ર મામલાને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. જેમાં ૮મી જાન્યુઆરીએ તારીખ પડી હતી. જેમાં કારણ દર્શાવતા ૧૩મી તારીખ રાખવામાં આવી હતી. ૧૩મીએ પણ તારીખ પડતા ૧૭મીએ કેસ આગળ વધ્યો હતો અને કોર્ટે ૨૦મી તારીખે કુલપતિને કોર્ટમાં હાજર રાખવા જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી છેવટે કોર્ટ સમક્ષ કોઇપણ હિસાબે ૨૦મી તારીખે એફિડેવીટ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

(3:59 pm IST)