Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કોટડાના અનિડા ગામના સેંકડો લોકો કલેકટર કચેરીએ : ઉપવાસ પર બેઠાઃ સૂઝલોનની પવનચક્કી બંધ કરવા માંગણી

પ્રાંત-મામલતદારે હુકમો કર્યા છતાં કામ ચાલુ... : કલેકટરને ચોથી વખત રજૂઆતઃ કંપની દ્વારા કામ નહિં બંધ કરાતા ફાટી નીકળેલો રોષ...

રાજકોટ તા. ૧૮: કોટડા સાંગાણી તાલુકાના અનીડા (વાછરા) ગામના ખેડૂતો-મહિલાઓ-ગ્રામજનો કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા, અને ટોળા સ્વરૃપે દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવી પવન ચક્કીનું કામ બંધ કરાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનિડા (વાછરા) ગામનાં ગ્રામજનો આપને જણાવીએ છીએ કે અમારા ગામમાં સુઝલોન કંપની દ્વારા પવનચક્કીનું કામ ચાલુ કરેલ છે. તેની સામે અમોએ આપની કચેરીએ તા. પ-૧-ર૩ના રોજ રજુઆત કરવા આવેલ આપ દ્વારા યોગ્ય કરવાની ખાત્રી આપેલ ત્યારબાદ આપને જણાવ્યા મુજબ અમો તા. ૧૦-૧-ર૩ના રોજ સમગ્ર ગ્રામજનો આપની કચેરીઓ ઉપવાસ ઉપર બેસવા માટે આવેલ ત્યારે આપશ્રી દ્વારા પ્રાંત અધિકારી-ર ત્થા મામલતદાર શ્રી કોટડા સાંગાણીને રૃબરૃ બોલાવી અમારી રૃબરૃ તાત્કાલિક ધોરણે કામ બંધ કરવાનો હુકમ કરેલ તેમ છતાં ગુંડા-તત્વોને સાથે રાખી કંપની દ્વારા ધાકધમકીથી કામ ચાલુ રાખેલ છે તેની રજુઆત ગઇકાલે તા. ૧૭-૧-ર૩ના રોજ આપની કચેરીમાં લેખિત રજુઆત કરેલ તેમ છતાં કામ ચાલુ રાખેલ છે તેથી આપને જાણ કર્યા મુજબ અમો ગામ લોકો આજરોજ આપની કચેરી સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છીએ જયાં સુધી કામ બંધ થશે નહીં ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસસુ તો યોગ્ય કરવા વિનંતી.

(4:04 pm IST)