Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે રવિવારથીગુપ્‍ત નવરાત્રી નિમિતે રામચરિત માનસ પાઠ

રાજકોટ તા. ૧૮: સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ (પ. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે મહા માસમાં ગુપ્‍ત નવરાત્રિ નિમિતે મહાસુદ-૧ થી મહા સુદ-૯ સુધી તા. રર/૦૧/ર૦ર૩ રવિવારથી તા. ૩૦/૦૧/ર૦ર૩ સોમવાર સુધી શ્રીરામ ચરિત માનસજીનાં નવાહ પાઠનું આયોજન નીજ મંદિર હોલ શ્રી સદ્દગુરૂ આશ્રમ ખાતે કરવામાં આવેલ છે.

વ્‍યાસપીઠ ઉપર સુવિખ્‍યાત, વિદ્વાન શાષાી, રામાયણી ચિત્રકુટ ધામ વાળા પુજય શ્રી પ્રભુદાસજી અગ્નિહોત્રી વ્‍યાસજી તેમની સુમધુર વાણી સાથે શ્રી રામાયણજીનાં નવાહપાઠનું સંગીતમયી શૈલીમાં રસપાન કરાવશે.

આ શ્રી રામચરિત માનસજીનાં પાઠ નિમિતે ભારતભરમાંથી અસંખ્‍ય સંત ભગવાન ઉપસ્‍થિત રહે છે, જે નિમિતે આશ્રમમાં સંત ભગવાનની પધરામણી ચાલુ થઇ ગયેલ છે, તેમનાં અલભ્‍ય દર્શનનો લાભ લઇ શકાશે. આ શ્રી રામચરિત માનસજીનાં પાઠ કરવાનું પ. પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ ઘણું મહત્‍વ બતાવ્‍યું છે, તથા શ્રી રામચરિતમાનસજીનાં પાઠ પ. પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીને અતિપ્રિય હતા. રાજકોટનાં તમામ ધર્મપ્રેમી ભાઇ-બહેનોને તથા ગુરૂભાઇઓ-બહેનોને આ શ્રી રામચરિતમાનસજી નવાહ પાઠમાં ઉપસ્‍થિત રહી હૃદયનો આનંદ મેળવવા શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ (મો. ૯પ૮૬૩ ૦૮૧૭૮) દ્વારા નિમંત્રણ પાઠવ્‍યું છે.

(4:06 pm IST)