Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જેસીઆઇ યુવા દ્વારા પતંગ-ચીકીનું વિતરણ

સામાજિક વિકાસમાં અગ્રેસર એવી જેસીઆઇ રાજકોટ યુવાના તમામ ઓફિસરો દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિતે પોતાની સામાજિક જવાબદારી ભાગરૂપે ગરીબ વિસ્‍તારના બાળકોને પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના પ્રમુખ જેસી એચજીએફ ડો. કલ્‍પેશ રાડીયાના માર્ગદર્શન હેઠળ તમામ ઓફિસરોએ સ્‍વૈચ્‍છિક રીતે પોતાનું નાણાકીય યોગદાન આપ્‍યું હતું. મમરાના લાડુ, ચીકી, તલસાંકળી વગેરે વસ્‍તુઓ તેમજ પતંગોનું વિતરણ કરાયું હતું. સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખ જેસીઆઇ સેન અશ્વિન ચંદારણા, જેએફએમ ગિરીશ ચંદારણા, જેએફએમ ક્રિના માંડવીયા, જેસી નીશીત જીવરાજાણી, જેસી જલ્‍પા રાડીયા જેસી કાનન આડતીયા, જેસી યજ્ઞેશ પરમાર, જેસી કેવલ ખારેચા, જેસી ટિંકલ ચંદારણા, જેસી ધારા શેઠ, જેસી અમર ભીંડે, જેસી વિશાળ શેડ, જેસી. નરેન્‍દ્ર ઠાકર, જેસી મનીષ પલાણ, જેસી રૂચિ જીવરાજાની વગેરે આ પ્રોજેકટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. 

(4:14 pm IST)