Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પરમ જીવદયા રથની શરૂઆત રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણા

રાજકોટ,તા. ૧૮: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ(અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ - એનિમલ હેલ્‍પલાઇન રાજકોટ દ્વારા ચલાવવામાં આવતા પરમ જીવદયારથને વિમળાબેન દિલીપભાઇ મહેતા તથા દ્વારા ઉમાબેન મહેન્‍દ્રભાઇ મહેતાનાં (હ. હિતેનભાઈ મહેતા) સ્‍મરણાર્થે અનુદાન આપવમાં આવ્‍યું છે. રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષોથી કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, એનીમલ હેલ્‍પલાઈન કાર્યરત છે જે નિઃશુલ્‍ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્‍થા છે. સંસ્‍થા ભારત સરકારનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ વિજેતા છે.

પરમ જીવદયા રથ અંગેની વિશેષ માહિતી માટે સેતુરભાઈ દેસાઈ (મો. ૯૮૯૮૨ ૩૦૯૭૫) , હિમાંશુભાઈ શાહ (મો. ૯૮૯૮૦ ૪૮૧૩૯), જયેશભાઇ મહેતા (મો. ૯૮૨૪૧ ૫૪૫૪૨), અર્હમ યુવા સેવા ગ્રુપ (મો.૯૧૩૬૪ ૪૨૪૯૧), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) , પ્રતિકભાઈ સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) , ધીરુભાઈ કાનાબાર (મો. ૯૮૨૫૦ ૭૭૩૦૬) , રમેશભાઈ ઠક્કર (મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬) એડવોકેટ કમલેશભાઈ શાહ,રજનીભાઈ પટેલ, વિષ્‍ણુભાઈ ભરાડ , ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

(4:15 pm IST)