Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શહેર કેવુ લાગે? આંગળીઓને વેઢે આપો અભિપ્રાય

સિટીઝન પરસેપ્‍શન સર્વેમાં ભાગ લેવા શહેરીજનનોને મ્‍યુનિ. કમિશનરની અપીલ : આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્‍ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબજ મૂલ્‍યવાન બની શકશે : અમિત અરોરા

રાજકોટ,તા.૧૮ : ભારત સરકારના અર્બન આઉટકમ મિશન ૨૦૨૨ અંતર્ગત સિટિઝન પરસેપ્‍શન સર્વેનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે વેબસાઈટના માધ્‍યમથી હાથ ધરવામાં  આવેલ છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્‍યવાન બની શકશે, તેમ મ્‍યુનિસિપલ કમિશનર  અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

 તેમણે વિશેષમાં એમ જણાવ્‍યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે.

 આ સર્વેના પરિણામો ભવિષ્‍યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 આ સર્વેમાં  પૂછવામાં આવતા  દરેક  પ્રશ્‍નોના જવાબ ચોક્કસપણે સચોટ આપવા તમામ શહેરીજનોને મ્‍યુનિસિપલ કમિશનર  અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

 આ સર્વેમાં ભાગ લેવા માટે નાગરિકો પોતાના મોબાઈલ ફોન વડે કયુઆર કોડ સ્‍કેન કરી અથવા વેબસાઈટ https://eol2022.org/CitizenFeedback પર જઈ પોતાનું શહેર કેવું લાગે તે અંગેનો પોતાનો અભિપ્રાય આપી શકશે. ત્‍યારબાદ નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાનો યુએલબી (ULB) કોડ ૮૦૨૫૦૧ એન્‍ટર કરવાનો રહેશે. આ સર્વે તા. ૩૧ જાન્‍યુઆરી સુધી ચાલશે. 

(4:21 pm IST)