Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શુક્રવારથી રાજયની શાળાઓમાં કલા અને ચિત્ર સ્‍પર્ધાઃ ખાચરીયા-રામાણી-ચાવડા-ચાંગેલા

રાજકોટ તા. ૧૮ :.. પરીક્ષાઓમાં સ્‍વસ્‍થ રહેવું, પરીક્ષાને ઉત્‍સવ તરીકે ઉજવવું તે ચર્ચા અંગે વડાપ્રધાનશ્રી વાત કરવાના છે તે અંતર્ગત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિષે રાજકોટ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા, મનીષભાઇ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના ઇન્‍ચાર્જ રાજેન્‍દ્રભાઇ ધારૈયા, ડો. દિપકભાઇ પીપળીયા, ડો. બીપીનભાઇ સાવલિયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ર૦ જાન્‍યુઆરી પહેલા જીલ્લાની દરેક શાળાઓમાં કલા અને ચિત્રની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવશે.

જેમાં ધોરણ ૯ થી ૧ર ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

ર૭ જાન્‍યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ૯ થી ૧ર માં ધોરણના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા દ્વારા ઓનલાઇન વાતચીત કરશે.

મોદી દ્વારા લખાયેલ ‘એકઝામ વોરીયર્સ' પુસ્‍તકના ર૮ મંત્રો અને ૬ ટીપ્‍સ વિદ્યાર્થીઓને પરીક્ષાના ગભરાટમાંથી મુકિત અપાવશે. ઉપરોકત પુસ્‍તક વિદ્યાર્થીઓ અને વાલીઓને ટૂંક સમયમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

વધુમાં  રાજેન્‍દ્રભાઈ ધારૈયા,  ડો.દિપકભાઈ પીપળીયા,  ડો.બીપીનભાઈ સાવલિયાએ જણાવ્‍યું કે, સ્‍થાનિક ટ્રસ્‍ટ દ્વારા આયોજન કરવામાં આવશે, જીલ્લાની દરેક સ્‍કુલ પર ૧૦૦ થી ૧૨૫ વિદ્યાર્થી ભાગ લેશે, નિર્ણાયક તરીકે દરેક સ્‍કુલ પર ૭ સભ્‍યોની નિર્ણાયક કમિટીની રચના કરવામાં આવશે, સમય મર્યાદા ૨ થી ૨.૩૦ કલાકની રહેશે,   દરેક સ્‍પર્ધામાં શ્રેષ્ઠ પસંદગી પામેલા સ્‍પર્ધકોને ૧-૨-૩ ક્રમાંકને પુરસ્‍કાર પ્રમાણપત્ર અને સ્‍મળતિચિホ આપવામાં આવશે, સ્‍પર્ધકોને ૧૦ શ્રેષ્ઠ અને ૨૫ શ્રેષ્ઠ કલાના પ્રમાણપત્રો આપવામાં આવશે. શહેરના-ગામના પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિ દ્વારા ઇનામો આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવશે.

(4:40 pm IST)