Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રૂડાની નગર રચના યોજનાઓ મનહરપુર-રોણકી અને સોખડા- માલીયાસણ વિસ્તારના ટી.પી. રોડની કામગીરી પુરજોશમાં

રોડ માટે જમીન કબ્જા મેળવવાની કામગીરી ચાલુ, દબાણ દૂર કરાશે

રાજકોટ:રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ(રૂડા) દ્વારા સૂચિત નગર રચના યોજનાઓની કામગીરી ઝડપથી થાય તે માટે સૂચિત નગર રચના યોજના નં.૩૮/૨  (મનહરપુર-રોણકી) તથા સૂચિત નગર રચના યોજના નં. ૪૧ (સોખડા-માલિયાસણ) નગર રચના યોજનાઓ મંજૂર થયેલ છે. આ યોજનાઓમાં સમાવિષ્ટ ટીપી રોડના અમલીકરણ અંગે રે.સર્વેના ખાતેદારો પાસેથી તેમની માલિકીની જમીનમાંથી પસાર થતા રોડના કબજા મેળવવાની કામગીરી ચાલુ છે.

મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૩૮/૨ (મનહરપુર-રોણકી) સ્કીમમાં સમાવિષ્ટ ૪૫ મીટર સ્ટેટ હાઇવે મોરબી બાયપાસ કાર્યરત છે, તે સિવાયના સ્કીમમાં આશરે ૩૨% રોડ સ્થળ પર ખુલ્લા તથા મેટલિંગ અને ડામર થયેલ છે. ઉપરાંત યોજના નં.૪૧ (સોખડા-માલિયાસણ)માં સમાવિષ્ટ ટીપી રોડ પૈકી આશરે ૧૭% રોડ સ્થળ પર ખુલ્લા તથા મેટલિંગ થયેલ છે તેમજ બંને સ્કીમમાં ૪૫ મી.,૩૦ મી., ૨૪ મી.,૧૮ મી. અને ૧૫ મી. સુધીના રોડનો સમાવેશ થાય છે.

આગામી યોજના નં.૪૧ (સોખડા-માલિયાસણ)માં આંશિક રોડ પર બાંધકામોનું દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. બંને નગર યોજનામાં રોડના ૧૦૦% કબ્જા મળ્યેથી બાકી રહેતા રોડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી આ વિકસતા વિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધારૂપ રસ્તાની સવલત લોકોને પ્રાપ્ત થતા વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે.

(11:39 pm IST)