Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટ જિલ્લાના ધો.૬ થી ૮ના ૬૭૭પ૩ વિદ્યાર્થીઓ માટે ૧૦૮૩ શાળાઓ ખુલી

સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવા શિક્ષણાધીકારી સરડવાનો પરીપત્ર

રાજકોટ, તા,.૧૯: રાજય સરકારે તબક્કાવાર શિક્ષણ કાર્ય ચાલુ કરી રહી છે. આજથી ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય શરૂ થયું છે.

રાજકોટ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ હસ્તક ૭૧૪ શાળાઓમાં ૪૩૯૬૮ વિદ્યાર્થીઓ અને ખાનગી ક્ષેત્રની ૩૬૯ શાળાઓમાં ૨૩૭૮૫ વિદ્યાર્થીઓ ધો. ૬ થી ૮ માં અભ્યાસ કરે છે. બન્ને ક્ષેત્રની ધો. ૬ થી ૮ ના વર્ગોવાળી કુલ ૧૦૮૩ શાળાઓમાં ૬૭૭પ૩ વિદ્યાર્થીઓ છે.

રાજકોટ જીલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી ડી.આર.સરડવાએ કોરોનાને અનુલક્ષીને સરકારની સુચના મુજબ ગાઇડ લાઇનનું પાલન કરાવવા પરીપત્ર કર્યો છે. જેમાં શાળઓની સંપુર્ણ સફાઇ કરાવી, થર્મલ ગન અને સેનીટાઇઝરની વ્યવસ્થા રાખવી, સોશ્યલ  ડીસ્ટન્સ જાળવવું, શાળાએ આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સંમતી લેવી, માસ્ક પહેરવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

(12:48 pm IST)