Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રૈયાધારમાં પડોશીઓ વચ્ચે ગાળો બોલવા મામલે ધમાલઃ ચારને ઇજા

કાળુભાઇ બોળીયા, ગંગદાસભાઇ ડોડા, હિરેન અને રાજુભાઇએ સારવાર લીધીઃ ઘરમેળે સમાધાન

રાજકોટ તા. ૧૮: રૈયાધાર શાસ્ત્રીનગરમાં રહેતાં પડોશીઓ વચ્ચે મારામારી થતાં ચારને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

કાળુભાઇ ભુતાભાઇ બોળીયા (ઉ.વ.૬૫) પોતાના પર વિઠ્ઠલભાઇ ઉર્ફ ગંગદાસભાઇ અને હિરેને લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા હતાં. સામા પક્ષ ગંગદાસભાઇ નારણભાઇ ડોડા (ઉ.વ.૫૦), રાજુભાઇ કાળુભાઇ બોળીયા (ઉ.વ.૪૫) અને હિરેન ગંગદાસભાઇ ડોડા (ઉ.વ.૧૬) પણ પોતાના પર કાળુભાઇ અને તેના પુત્રએ લાકડી, છરીથી હુમલો કર્યાની રાવ સાથે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ઘર પાસે ગાળો બોલવા મામલે ચડભડ થયા બાદ મારામારી થયાનું બહાર આવ્યું હતું. જો કે બાદમાં ઘરમેળે સમાધાન કરી લઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી.

(12:54 pm IST)