Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ કલેકટર સમક્ષ અરજીનો ધોધઃ ૧૨૫ ફરીયાદ આવીઃ તપાસ માટે મોકલાઈ

કલેકટર દ્વારા પોલીસ કમિશ્નર-ડીએસપી અને જે તે પ્રાંતને તપાસ અંગે કહેવાયું

રાજકોટ, તા. ૧૮ :. બે મહિના પહેલા લાગુ કરાયેલા જમીન પચાવી પાડવાના અને ભૂમાફીયાઓ સામેના લેન્ડગ્રેબીંગ એકટ હેઠળના કાયદામાં કલેકટર સમક્ષ અરજીઓનો ધોધ વહયો છે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, આજ સુધીમાં કુલ ૧૨૫ ચૂંટણી અરજી - ફરીયાદો આવી છે અને આ તમામ અરજી શહેરમાં પોલીસ કમિશ્નર અને જે તે પ્રાંત તરફ તથા જીલ્લાની ફરીયાદોમાં ડીએસપી અને જે તે પ્રાંત સમક્ષ મોકલી દેવાય છે. આ તપાસનો રીપોર્ટ આવ્યા બાદ જે તે આરોપીઓ સમક્ષ ફરીયાદ અંગે લેન્ડગ્રેબીંગ એકટ કમિટીની મીટીંગમા નિર્ણય લેવાશે.

(3:15 pm IST)