Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વોર્ડ નં. ૯ નાં ભાજપના ઉમેદવારે કમલેશ મીરાણીની આગેવાનીમાં સોપાન હેબીટેટની મુલાકાતે

રાજકોટ તા. ૧૮: વોર્ડ નંબર નવ ના ઉમેદવારોએ નગર અધ્યક્ષ કમલેશભાઇ મીરાણીની રાહબરી હેઠળ સોપાન હેબીટેટ સોસાયટીની મુલાકાત લીધી હતી ત્યારે મીરાણીએ જણાવ્યું હતું કે વોટ ફોર વિકાસ.

સાધુવાસવાની રોડ ઉપર આવેલી સોપાન હેબીટેટ સોસાયટીના પ્રમુખ કનુભાઇ ખોખરની રાહબરી હેઠળ યોજાયેલી આ બેઠકમાં ભાજપાના ઉમેદવાર પુસ્કરભાઇ, જીતુભાઇ, દક્ષાબેનને આષાબેન આ વોર્ડના પૂર્વ કર્મઠ નગર સેવકને નગર અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, વિક્રમભાઇ પુજારા, જાગૃતિબેન ભાણવડીયા સહિતના સોપાનની મુલાકાતે આવ્યા હતા. સોસાયટીના સુપ્રીમો કનુભાઇ એ ભાજપને ખાતરી આપી હતી.

આ તકે કમલેશભાઇએ જણાવ્યું કે વોર્ડ નંબર નવ મારો પરીવાર છે. ભુતકાળમાં મારા કાર્યકાળમાં મારા સાથી કોર્પોરેટરો સાથે મળીને આ વોર્ડમાં કયારેય કામો કરવામાં પાછું વાળીને નથી જોયું સોપાન પરીવાર દ્વારા વોર્ડ નંબર નવના પુર્વ નગર ''સેવક'' કમલેશભાઇનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમ નિતીન વસાણીએ જણાવ્યું હતું.

(3:16 pm IST)