Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મતદાન-મતગણત્રી એજન્ટ-કોરોના ગાઇડ લાઇન સહિતના મુદ્દે રાજકીય પક્ષો સાથે કલેકટરની મહત્વની મંત્રણા

મતદાનના દિવસે અને મતગણત્રી સમયે વધુ ટોળા ન લાવવા અપીલ

રાજકોટ તા. ૧૮: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે કોર્પોરેશન અને જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે તમામ રાજકીય પક્ષો સાથે બપોરે ૧ વાગ્યાથી મહત્વની મીટીંગ યોજી હતી અને સૂચનાઓ જાહેર કરી હતી.

કલેકટરે રાજકીય પક્ષોના આગેવાનોને મતદાનના દિવસે અને મતગણત્રીના દિવસે તેમના એજન્ટો અને ઉમેદવારો-કાર્યકરોને કોવીડ ગાઇડ લાઇન સહિતના નિયમોનું પાલન કરવા, સોશ્યલ ડીસ્ટન્સ-માસ્ક-સેનેટાઇઝર સહિતના નિયમોનું પાલન કરવા તેમજ મતદાનના દિવસે-મતગણત્રીના દિવસે વધુ ટોળા ન કરવા સહિતની સુચના આપી હતી અને અપીલ પણ કરી હતી, અન્ય તમામ બાબતોની સમીક્ષા થઇ હતી.

(3:16 pm IST)