Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બળજબરીથી કોરા ચેકોમાં સાટાખત લખાણ કરાવી લેવાની ફરીયાદમાં આગોતરા મંજુર

રાજકોટ, તા.૧૮: બળજબરીથી કોરા ચેકોમાં સાટાખત અને લખાણ કરાવી લેવાની ફરીયાદમાં આરોપીના આગોતરા જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે મંજુર કરી હતી.

રાજકોટમાં એસ.આર.પી.કેમ્પ પાસે રહેતા જયેશભાઇ જોષીએ ગાંધીગ્રામ-ર પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૦/૧/૨૧ના રોજ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તેમણે હીનેશભાઇ પ્રવિણભાઇ પંચોલી તથા અન્ય ૧૧ વ્યકિતઓ સામે ફરીયાદ નોંધાવેલ જેમાં જણાવેલ કે તેમને પૈસાની જરૂરીયાત ઉભી થતા તેમણે હિનેશભાઇ પંચોલી પાસેથી રૂ.૧,૫૦,૦૦૦/ લીધેલા અને તે સમયે સીકયોરીટી પેટે કોરા ૬- ચેકો આપેલા અને ત્યારબાદ વ્યાજ ન આપી શકતા નોટરીની ઓફીસમાં લખાણ કરાવી લીધેલ અને મોટી રકમનું વ્યાજ અમો ફરીયાદી તેમને ચુકવતા હતા અને આ હીનેશભાઇ વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હતા ત્યારબાદ હું રકમ પરત ન આપી શકતા તેઓએ મને કહેલ કે ફલેટનું સાટાખત મારા નામે છે, તું મને રકમ નહી ચુકવે તો હું ફલેટમાંથી તને કાઢી મુકીશ અને અન્ય લોકો પાસેથી પણ આ ફરીયાદી જયેશભાઇએ અલગ અલગ રકમ ઉંચા વ્યાજે લીધેલાનું અને તે તમામ પૈસા માટે ધાક ધમકીઓ આપતા હોવા અંગેની ફરીયાદ ૧૧-વ્યકિતઓ સામે નોંધાવેલી હતી.

આથી આ હીનેશભાઇ પ્રવિણભાઇ પંચોલીએ સેશન્સ અદાલત દ્વારા રદ કરવામાં આવતા જે હુકમથી નારાજ થઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલ અને જેમાં હીનેશભાઇ પ્રવિણભાઇ પંચોલી તરફે દલીલ કરવામાં આવેલ કે ૨૦૧૯ના કહેવાતા બનાવની ફરીયાદ વર્ષ-૨૦૨૧માં આપેલ છે અને ફરીયાદી દ્વારા ઘણા લોકો પાસેથી લેવામાં આવેલી રકમ ચુકવી ન પડે તે માટે ખોટી ફરીયાદ નોંધાવેલ છે કહેવાતું સાટાખત રદ કરવામાં આવેલ છે હાલના અરજદાર દ્વારા કોઇપણ ધાક ધમકી કે બળજબરી કરવામાં આવેલ નથી, તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ આગોતરા જામીન માટે રજુ રાખેલ હતા જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ તપાસના કાગળો, એડવોકેટની રજુઆતો અને કાયદાની પરિસ્થિતી ધ્યાને લઇ આરોપી હીનેશભાઇ પ્રવિણભાઇ પંચોલીને રૂ.૧૫૦૦૦/ના શરતી આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં વીરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી.નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:20 pm IST)