Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

માથામાં કુકર મારીને મહિલાની હત્યાના ગુનામાં પકડાયેલ દંપતીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૮: માથામાં કુકર મારી હત્યા નિપજાવવાના ગુન્હામાં પતિ-પત્નિની જામીન અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

થોડા સમય પહેલા પોપટપરા શેરી નં. ૧૪ માં આવેલ ગામેતી એપાર્ટમેન્ટમાં રહેતા હમીદાબેન સલીમભાઇ રૃંજાની માથામાં કુકર મારી હત્યા નિપજાવનાર આરોપી પતિ-પત્નિ યાકુબભાઇ મુસાભાઇ મોટાણી તથા તેના પત્નિ બીલક્રીસબેન ઉર્ફે અનીશાબેન ઉર્ફે ફાતિમાબેન યાકુબભાઇ મોટાણી એ જેલમાંથી જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ રજુઆત કરેલ કે આરોપીઓએ નજીવી બાબતમાં મરણજનારને તેના માથામાં કુકર મારી મોતને ઘાટ ઉતારી દીધેલ છે. અને આવા આરોપીઓને જો જામીન આપવામાં આવે તો તે લોકોના જીવન જોખમમાં મુકતા ખચકાશે નહીં અને તેનો ભોગ સામાન્ય પ્રજાએ બનવું પડશે. અને આવા જનૂની આરોપીઓને જામીન આપવા જોઇએ નહીં તેવી રજુઆત કરેલ તે રજુઆતોને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી ડઠી. કે. દવેએ આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા તથા આબીદભાઇ સોસન રોકાયેલ હતા.

(3:20 pm IST)