Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ખોબા જેવડા રાજકોટમાં બબ્બે સુધરાઈ કેમ હતી? કોર્પોરેટર કમિશ્નર નામે ઓળખાતા

રાજકોટમાં માધાપર સહિતના ગામોની હદનો સમાવેશ છતાં: એક મહાનગરપાલિકા દ્વારા સંચાલન થાય છે ત્યારે એક અભૂતપૂર્વ ઐતિહાસિક કથા : રસ્તાઓનું નામકરણ થયું ન હોવાથી વિસ્તારો રૈયાનાકા અને બેડીનાકા તથા કોઠારિયા નાકા અને સદર બજાર જેવા નામે ઓળખાતા

રાજકોટ તા.૧૮: રાજકોટ મહા નગર પાલિકાની ચૂંટણી આડા હવે ગણતરીના દિવસો બાકી હોવા સાથે હવે માધાપર અને આ પહેલા મવા રયા તથા માવડી ગામ ના સમાવેશ પ્રથમ થી હોવાથી ઉમેદવારો દોડ ધામ કરી રહ્યા છે. ટુંકમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર ખૂબ વિસ્તૃત છે.હવે ઇન્ટરનેશનલ એર પોર્ટને કારણે આ હદ  વધુ વિસ્તૃત બનશે આમ છતાં બધું સંચાલન રાજકોટ મહા નગરપાલિકા દ્વારા થશે  તેવા સમયે એક રસપ્રદ વાતનું સ્મરણ થયું છે.                                          

 એ બાબત જાણીને વાચકોને નવાઈ લાગશે કે એક સમયે રાજકોટની વસ્તી ખૂબ જ ઓછી હતી અને વિસ્તાર પણ ખોબા જેવડો નાનો હતો ત્યારે રાજકોટમાં મહા નગરપાલિકા જે કાર્ય કરે છે. કાર્ય માટે બબ્બે સુધરાઇ હતી. છે ને મજાની વાત આટલું વાચ્યા બાદ હવે -' એ થાય કે આવી વ્યવસ્થા કરવાનું રહસ્ય શું? તો ચાલો એ સવાલનો પણ જવાબ આપી રહસ્ય પરથી પડદો હટાવી દઈ.                  

રાજા શાહી યુગમાં રાજકોટના રાજવી પ્રજા વત્સલ અર્થાત્ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી એવા રાજવી હતા. રજવાડા સમયમાં લોક શાહીના હિમાયતી એવા આ રાજવી દ્વારા લોકોના પ્રતિનિધિ તથા રાજ્યના પ્રતિનિધિ સાથેની સુધરાઇ ચાલતી હતી.    

રાજકોટના રાજવીની હકૂમત સદર બજાર સુધી હતી ત્યાંથી આગળની હકૂમત બ્રિટિશ સરકારની હતી. શેર બજાર વાળા બિલ્ડિંગ તરીકે જાણીતા સાથળેથી અંગ્રેજી હકુમત દ્વારા સુધરાઇ કાર્ય ચાલતું.     

કલેકટર ઓફીસ વિસ્તાર અને કેસરી હિંદ પુલ વાળો વિસ્તાર હોય જે પછી જંકશન પ્લોટ સ્ટેશન પાછળ અને ભિસ્તી વાડ અને પોપટપરા રેસ્ક્રોષ સાથે જાગનાથ તથા રાજકુમાર કોલેજ અને હાલમાં જયા ગેસ્ફોર્ડ ટોકીઝ પાડી તનિસ્ક ફ્લેટ બનાવ્યા છે તે ભાગ બ્રિટિશ સુધરાઇ હસ્તક હતો.                               

આઝાદી જંગનો બુંગયો ફૂંકાયો ત્યારબાદ બ્રિટીશ સાશન હસ્તકની સુધરાઇમા પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે લક્ષ્મણભાઈ રાજગુરૂ અને શાંતિભાઈ શ્રોફ તથા કાનજીભાઈ ગજજર વિગેરે પ્રજાના પ્રતિનિધિ તરીકે પસંદ થયેલ.                       

આપણે આ પહેલા ચર્ચા કરી કે રાજકોટ શહેરનો રાજવી હકૂમત સુધરાઇ માટે રાજકોટના સુપરિટેન્ડેન્ટ અને ડેપ્યુટી સુપ્રિ.ની સાથે રેવન્યુ આસી. અને રાજકોટ ફોજદાર હવે PSI તરીકે ઓળખાય છે તે પ્રજા પ્રિતનિધિ સાથે વહીવટ ચલવતાં.     

આવા સભ્યો પેયકી પ્રથમ બે અનુક્રમે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે આને બાકીના સભ્યો નગર સેવક કે કોર્પોરેટર તરીકે નહિ પણ કમિશનર તરીકે ઓળખાતા હતા. એ સમયે સેક્રેટરી અત્યારની માફક સેક્રેટરી પ્રથા હતી.

જનરલ બોર્ડ ત્રણ મહિને મળતું. રસ્તાના નામો અપાયા ન હોવાથી રૈયા નાકા વિસ્તાર અને બેડી નાકા અને કોઠારિયા નાકા વિગ્રેરે નામે ઓળખાતા અને આજની તારીખે પણ આજ નામે ઓળખાય છે.

(3:24 pm IST)