Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

'નેઇલ આર્ટ' : ચૂંટણી પ્રચારનો નવતર નુસ્ખો... પણ મતદાન વખતે નખ સાફ કરવા પડશે

રાજકોટ, તા., ૧૮: શહેરમાં મ.ન.પા.નો ચૂંટણી જંગ જામ્યો છે અને હવે કાલથી પ્રચાર બંધ થનાર છે ત્યારે રાજકીય પક્ષોનાં મહિલા કાર્યકરોએ પ્રચારનો નવતર નુસ્ખો અપનાવ્યો છે અને વર્તમાન યુગમાં યુવતીઓમાં ફેશન ટ્રેન્ડ બનેલા 'નેઇલ આર્ટ' નો ઉપયોગ પોતાના પક્ષના 'સિમ્બોલ' તથા 'સ્લોગન' નું ચિત્ર બનાવડાવી અને નવતર પ્રકારે નવતર પ્રકારે પ્રચાર કરી રહેલ છે. શહેરનાં એક નેઇલ આર્ટ સ્ટુડીયોમાં આ પ્રકારે અનેક મહિલા કાર્યકરોએ રાજકીય પક્ષનાં સમર્થકોએ 'નેઇલ આર્ટ' કરાવ્યું છે. જે તસ્વીરમાં દર્શાય છે. અત્રે એ નોંધનીય છે કે ર૧મીએ મતદાન વખતે જે કોઇએ આ 'નેઇલ આર્ટ' કરાવ્યું છે. જે તસ્વીરમાં દર્શાય છે. અત્રે એ નોંધનીય છે કે ર૧મીએ મતદાન વખતે જે કોઇએ આ નેઇલ આર્ટ કરાવ્યું હશે તેઓએ ભુસી નાંખવુ પડશે અન્યથા આ મુદ્દે આચાર સંહીતા ભંગની ફરીયાદ થઇ શકે છે.

(3:55 pm IST)