Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

એન.સી.પી.ના ગમનભાઈ દવેના સમર્થનમાં બ્રહ્મ સંગઠનની મીટીંગ

રાજકોટઃ બ્રહ્મ સંગઠનના ઉપક્રમે શ્રી સોરઠીય શ્રીગૌડ બ્રહ્મસમાજની મીટીંગ એન.સી.પી.ના વોર્ડન.૯ના સમર્થનમાં મીટીંગ મળી હતી. જેમા સમાજના પ્રમુખશ્રી રાજુભાઈ દવેએ પ્રાસંગીક ઉદ્બોધન આપી કાર્યક્રમને વેગ આપ્યો હતો.  યુવા અગ્રણી શ્રી કપિલભાઇએ  બ્રહ્મ સંગઠન અને સ્થાનિક ચુંટણીમા સમાજની એકતા સંગઠનની અને સમાજની જાગૃતતાનુ મહત્વ સુંદર રીતે સમજાવ્યું હતું આ ઉપરાંત સમાજના ભુતપુર્વ પ્રમુખશ્રી ભદ્રેશભાઇ પુરોહિત તથા શ્રી શૈલેષભાઈ દવેએ પણ જ્ઞાતિ સંગઠન પ્રવચન આપી વોર્ડન. ૯ના ઍન.સી.પીના ઉમેદવાર શ્રી ગમનભાઈ દવેના ટેકામા સમર્થન આપેલ હતું.આ કાર્યક્રમમા શ્રીકિશોરભાઈ પંડિયા ઉપસ્થિત રહેલા. એડવોકેટ વિજયભાઈ દવેએ વોર્ડ નં.૯ના એન.સી.પી.ના ઉમેદવાર ગમનભાઈ દવે (મો.૯૬૬૪૬ ૩૦૧૯૩)ને જંગી મતોથી વિજય અપાવવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:58 pm IST)