Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રામ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે : હુકુમચંદ સાવલા

જૈન વિઝન - વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર માટે નિધિ અર્પણ સમારોહ સંપન્ન : કોરોના વોરિયર્સનું બહુમાન

રાજકોટ : રામ રાજયની કલ્પના સાર્થક થવા જઈ રહી છે ત્યારે  સમગ્ર હિન્દુ સમાજ હર્ષિત છે અને રામ કાર્ય કરવા કટિબદ્ઘતા દાખવી રહ્યો છે. આ અનુસંધાને ગત રવિવારે પ્રમુખ સ્વામી ઓડિટરિયમ ખાતે જૈન વિઝન અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત ઉપક્રમે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયેલ. સાથે વર્તમાન સમયના રામ રૂપી કોરોના વોરિયર્સનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક અને આર્ષ વિદ્યામંદિરના પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદજી સાવલાની વિશેષ ઉપસ્થિતી રહેલ. અતિથિ વિશેષમાં ગુજરાત મ્યું.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સહકારી અગ્રણી જયોતિન્દ્ર મહેતા, સરદાર બાયોકેમના માલિક ધર્મેશભાઇ પટેલ, જૈન અગ્રણી અનિમેષભાઇ રૂપાણી, સુનિલભાઇ શાહ, રાજયસભાના ઉમેદવાર રામભાઇ મોકરીયા, વિહીપના નરેન્દ્રભાઈ દવે, શાંતુભાઇ રૂપારેલિયા, કેતનભાઈ વસા, નિતેશ કથરીયા, ધ્રુવ કુડેલ, હસુભાઈ ઉમરાણીયા, પારસભાઈ ખારા જેએમજે ગ્રુપના મયુરસિંહ જાડેજા, કચ્છ ક્ષત્રિય યુવા આગેવાન વિરમદેવસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેલ. આં તકે ઉદ્યોગપતી નાથાભાઈ કાલરિયા તરફથી ૧૧ લાખ ૧૧ હજારનું અનુદાન, પૂ. પરમાત્માનંદ સરસ્વતી દ્વારા ૧.૬૫ એક લાખ પાસઠ હજારનું અનુદાન જૈન વિઝનના સુનિલભાઈ શાહ અને જયભાઈ ખારા તરફથી ૧.૧૧ એકલાખ અગિયાર હજારનું અનુદાન જાહેર કરવામાં આવેલ. કાર્યક્રમાં સ્વાગત પ્રવચન જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી દ્વારા કરવામાં આવેલ.  મહેમાનું પુષ્પ ગુચ્છ અને હારતોરાથી સ્વાગત કરાયેલ. કાર્યક્રમનુંસંચાલન જાણીતા આર્ટીસ્ટ તેજસ શિશાંગિયાએ સંભાળેલ. કાર્યક્રમના પ્રારંભે જય શ્રી રામનાગીત ઉપર પૂજા હોબી સેન્ટરના બાળકો દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવેલ. આ તકે પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડનું મેમેન્ટો આપી ટિમ જૈન વિઝન મહિલા વીંગના અમિસાબેન દેસાઈ જલ્પાબેન પતિરા બીનાબેન શાહ, દિપાલીબેન વોરા, બીનાબેન સંઘવી દ્વારા અભિવાદન કરાયેલ. કાર્યક્રમની જીવંત ઇન્ટરનેટ સેવા રાજનભાઈ મહેતા પ્લસનેટ કોમ્યુનિકેશન તરફથી સેવા આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનુ જીવંત પ્રસારણ અબતક ચેનલ અને જૈન વિઝન એફ.બી. પેઈજ ઉપર કરવામાં આવેલ. આ પ્રસંગે વિશ્વહિન્દૂ પરિષદના ઉપાધ્યક્ષ હુકુમચંદજી સાવલાએ સરળ અને માર્મિક ભાષામાં જણાવ્યું હતું કે રામ કે બીના ભારત નહીં, ભારત કે બીના રામ નહીં. રામ તો આપણા આરાધ્ય દેવ છે, રામ સર્વ છે, રામ મર્યાદા, રામ એક ધર્મ છે, રામ પવિત્ર છે, રામ જ્ઞાન છે, પ્રેમ છે, મમતા છે, ભકિત છે, રામ ચરિત્ર છે, સવારથી ઉઠીએ કે , આપણા જીવનના અંત સુધી રામ આપણી સંસ્કૃતિમાં જોડાયેલા છે, જયાં રામ છે ત્યાં અયોધ્યા છે, જયાં રામ છે, ત્યાં હમેશા વિજય હોય છે, એટલે તો કહેવાય છેને, કે રામ છે તો રાષ્ટ્ર્ર છે રાષ્ટ્ર છે.તો રામ છે, રામથી ભારત જોડાયેલ છે. ત્યારે શ્રધ્ધાનું સમપણઁ ,ધનનું સમપણઁ કરીને રામ રાજયની સ્થાપનાં કરવાં સહુંને સહયોગ આપવાં અનુરોધ કરેલ હતો.  રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક રામરૂપી કોરોના વોરિયર્સ કોરોના કપરાકાળમાં કોરોનાને હરાવા પ્રયત્નશીલ રહ્યા છે. જેમાં રાજુભાઇ દોશી (રાજુ એન્જીનીયરીંગ) અને જયેશભાઇ શાહ (સોનમ કલોક - મોરબી) વડાપ્રધાનના વિઝનને સાર્થક કરી ન્યૂ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત બનાવવા કાર્યરત રહ્યા, તેઓનું બહુમાન કાર્યક્રમમાં કરવામાં આવલ. આ સાથે રાષ્ટ્ર સંત પૂજય નમ્રમુનિ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ, અન્નપૂર્ણા ગ્રુપ, અમિનેષભાઈ રૂપાણી મિહિરભાઈ મણિયાર ડેનિશભાઈ આડેસરા, કાનુડા મિત્ર મંડળ, અનિલભાઈ દેસાઈ શ્રીમતી રૂપલબેન રાજદેવ, કેતનભાઈ પટેલ વિભાસભાઈ શેઠ, કમલેશભાઈ શાહ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, અતુલભાઈ સંઘવી, સુનિલભાઈ કોઠારી, ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહેબ હરિસિંદ્ય સૂચરીયા અને ખાસ સરપ્રાઈઝ સન્માન જયોતિન્દ્રભાઈ મહેતાનું કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મિલન કોઠારી, ભરત દોશી, જય ખારા, ધિરેન ભરવાડા તુષાર પતિરા નીતિનભાઈ મહેતા વિપુલ મહેતા પારસ વખારિયા, આશિષ દોશી, એસ. એન. પટેલ, નિદેશ વખારીયા, જયેશ દોશી, અમિત વખારીયા, અનિલ ઝાટકીયા, કેતન વખારીયા, ધવલ વોરા, હેમેન્દ્ર વખારીયા, જીજ્ઞેશ જૈન, અમરીશ દફતરી, કલ્પેશ દફ્તરી, બિજલ દફતરી, હેમલ કોઠારી, ધવલ દોશી, ભૌદિક કામદાર, જય મહેતા, પ્રતીક શાહ, દીપક વશા, ભાવિક મહેતા, જીતુ સંઘવી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)