Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પીપી પ્લાસ્ટીકના ઓર્ડરો લેવાના બંધ, કાચો માલ જ નથી, મનફાવે તેવા ભાવ લેવાય છે

કૃત્રિમ અછત કે કરી દેવાઈ ?: મહા સટ્ટો ચાલતો હોવાનો ખેલ

રાજકોટ,તા.૧૮: ચૂંટણીના આડે હવે ત્રણ દિવસ રહ્યા છે. ત્યારે જ પ્લાસ્ટીકના ભાવમાં મસમોટો વધારો જાવા મળી રહ્યો છે. હાલ રૂ.૧૭૫ થી રૂ.૨૦૦ મનફાવે તેવા ભાવ પડાવી લેવામાં આવતા હોવાનું જાણવા મળે છે. વેપારીઓ માલનો ઓર્ડર તો આપે છે. પરંતુ સપ્લાયકારો દ્વારા ઓર્ડર લેવામાં આવતો નથી. કાચો માલ જ ન હોવાના બહાના બતાવવામાં આવે છે. પરંતુ મોટો સટ્ટો ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટીકની અછતના પગલે કંપનીઓ દ્વારા માલની સપ્લાય પણ કરવામાં આવતી નથી. જરૂરીયાત મુજબનો માલ પણ આપવામાં ન આવતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. આમ છતાં કાચા માલની કૃત્રીમ અછત દર્શાવી માલ આપવામાં આવતો નથી.

(4:14 pm IST)