Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ઝોન-૧ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ

રાજકોટઃ મહાનગરપાલીકાની ચુંટણી ભયમુકત અને શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજકોટ શહેર ઝોન-૧ વિસ્તારમાં આવેલ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમીનેશન/ફલેગ માર્ચ/ફુટ પેટ્રોલીંગ આજે સાંજે કરવામાં આવ્યું હતું

જેમાં ડી.સી.પી. ઝોન-૧  પ્રવિણકુમાર મિણા, એ.સી.પી. એચ.એલ.રાઠોડ પુર્વ વિભાગ તથા એ.સી.પી. એસ.આર.ટંડેલ તથા ભકિતનગર પો.ઇન્સ. જે.ડી.ઝાલા, આજીડેમ પો.ઇન્સ, વી.જે.ચાવડા, થોરાળાના પો.ઇન્સ. જી.એમ.હડીયા, બી.ડીવીઝન પો.ઇન્સ. એમ.બી.ઔસુરા, એ.ડીવીઝન પો.ઇન્સ. સી.જી.જોષી તથા તથા કુવાડવા રોડ પો.ઇન્સ. એન.એન.ચુડાસમા તથા એરપોર્ટ  પો.ઇન્સ. એમ.સી.વાળા તથા તમામ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ. તથા ડી સ્ટાફના કર્મચારીઓ તથા ભકિતનગર પો.સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ જવાનો તથા એસ.આર.પી. જવાનો તથા હોમગાર્ડ જવાનો જોડાયા હતા. તમામે સાથે મળી ફૂટ પેટ્રોલીંગ/ફલેગ માર્ચ કરી એરીયા ડોમીનેશન કર્યુ હતું. જેમાં કુલ-૧૫ વાહનો સાથે ડ્રોન કેમેરા વડે એરીયા નીરીક્ષણ કરી તમામ વિસ્તારના કીટીકલ બુથની વિઝીટ તથા હીસ્ટ્રી શીટર તથા એમ.સી.આર. ઇસમો તથા ટપોરીઓ તથા નાસતા ફરતા આરોપીઓ તથા પ્રોહી. બુટલેગરો તથા તડીપાર ઇસમો તથા માથાભારે ઇસમો ચેક કરી તેઓ ઉપર અંકુશ રાખવા તેમના ઘરો ચેક કરવામાં આવેલ હતા.

રાજકોટ પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલ  તથા જોઇન્ટ પો.કમીશનર શ્રી ખુરશીદ એહમદની સુચના મુજબ આ પેટ્રોલિંગ કરાયું હતું.

(8:30 pm IST)