Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ચુંટણી અંતર્ગત ઝોન-૨ વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ તથા ફલેગ માર્ચ કરતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-રના માર્ગદર્શન હેઠળ આગામી મહાનગરપાલીકાની ચુંટણી ભયમુકત અને શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને અને તે હેતુથી રાજકોટ શહેર ઝોન-૨ વિસ્તારમાં આવેલ પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તાર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર, ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્ટેશન વિસ્તાર, માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમીનેશન ફલેગ માર્ચ ફૂટ પેટ્રોલીંગ ફરવામાં આવ્યું હતું.

જેમાં ડી.સી.પી. ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી. પી.કે દિયોરા પશ્ચિમ| વિભાગ તથા પ્ર.નગર પો. ઇન્સ. એલ.એલ ચાવડા, ગાંધીગ્રામ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. કે.એ વાળા, ગાંધીગ્રામ-ર (યુની.) પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.એસ.ચાવડા, માલવીયાનગર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. કે.એન. ભુકણ, રાજકોટ તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.વી ધોળા તથા ઉપરોક્ત તમામ પો.સ્ટે.ના ડી.સ્ટાફ પો.સબ ઇન્સ. તથા ડી-સ્ટાફના કર્મચારીઓ સાથે મળી પ્ર.નગર પો. સ્ટે. વિસ્તારના સદરબજાર,ભીસ્તીવાડ. ભીલવાસ, પોપટપરા, રેલનગર તથા ગાંધીગ્રામ પો. સ્ટે. વિસ્તારમાં રાજીવનગર,અક્ષરનગર,એસ.કે. ચોક તથા ગાંધીગ્રામ-ર પો.સ્ટે.વિસ્તારમાં રૈયાધાર, ધરમનગર, સાધુવાસવાણી રોડ, રિયા ચોકડી,યુની.રોડ તથા માલવીયાનગર પો.સ્ટે.ના રાજનગર ચોક, ગુરૂપ્રસાદનગર, નવલનગર, આંબેડકરનગર, તથા રાજકોટ તાલુકા પો.સ્ટે.ના કાલાવાડ રોડ,નાના પવા મોટા પૈવા વિગેરે તમામ પો.સ્ટે.ના સંવેદનશીલ તથા અતીસંદેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ ફલેગ માર્ચ કરી એરીયા ડૉમીનેશન કરવામાં આવેલ હતુ

જેમાં કુલ-૧૭ વાહનો સાથે ડ્રોન કેમેરા વડે એરીયા નિરીક્ષણ કરી તમામ વિસ્તારના કિટકલ બુથની વિઝીટ તથા હિસ્ટ્રીશીટર તથા એમ સી.આર ઇસમો તથા ટપોરીઓ તથા નાફાતા ફરતા આરોપીઓ તથા  પ્રોહી. બુટલેગરો, તડીપાર ઇસમો તથા માથાભારે ઇસમો ચેક કરી તેઓ ઉપર અંકુશ રાખવા તેમના ઘરે ઘરે ચેકિંગ કિરવામાં આવ્યુ હતું.

(9:16 pm IST)