Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

સમય દરેક પસાર થાય જ...ધૈર્ય ધીરજ અને જુસ્સો કાયમ રાખો...દુઃખ ના પણ દિવસ પસાર થાય જ...

રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે અનોખા દ્રશ્યો સર્જાયા

રાજકોટ :સંજોગો વિપરીત હોય , સામાં પુરે તરવા જેવી સ્થિતિ હોય  છત્તા ધીરજ, ધૈર્ય અને હકારાત્મક અભિગમ થી નૈયા ને પાર કરી શકાય છે તેનું સચોટ ઉદાહરણ એટલે એક સ્ત્રી કે જેના પતિ નું અચાનક અવસાન થતાં અન્ય કોઉ આધાર ન હોય અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત  રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે  આશ્રય લીધો ...એવું હંમેશા નથી બનતું કે સંતાનો માબાપ ને તરછોડી દે  પણ પરિસ્થિતિ પણ દીકરાઓ માટે કપરી હોય શકે...કુટુંબ ના મોભી ની વિદાય થતા  એવી સ્થિતિ  ઉભી થાય...

 

 પતિ ની દુકાન હતી સાથે સ્થાવર મિલકત પણ હતી....નાનું માધ્યમ વર્ગ નું કુટુંબ ...પતિ નું અવસાન થતાં સૌની નજર દુકાન ઉપર પડી..પણ તે વિધવા સ્ત્રી એ અત્યંત ધીરજ રાખી દુકાન વેંચી નહીં...5 વર્ષ કાઢ્યા...સારા ભાવ આવતા...દુકાન વેંચી...સારી રકમ આવી તે માતા એ વિપરીત સંજોગો નો સામનો કરી રહેલ દીકરા ના કુટુંબ ને આપી....દીકરા ની સ્થિતિ સુધરી...અંધારું દૂર થયું...દીકરાએ આ રકમ માંથી ઘર લીધું...દીકરા ની વહુ કહે ચાલો ... બા ને લઈ આવીએ...દીકરો વહુ પૌત્ર બા ને તેડવા વૃદ્ધાશ્રમ આવ્યા....માતા નો આનંદ ન સમય...હરખની હેલી...વાજતે ગાજતે બા ને ઘેરે લેવા આવ્યા...સાથે આશ્રમવાસીઓ ની આંખ માં હર્ષાસુ ઉમટી પડ્યા...બા કહે...કપરા કાળ માં આશ્રમે મને તૂટી જતા બચાવી...મારો જુસ્સો ટક્યો...આશ્રમ ના ગૃહ માતા કુસુમબેન ભાઈશંકર ઠાકર કહે ...અરે આ તમારું પિયર જ છે ...ગમે ત્યારે દરવાજા ખુલ્લા છે

(8:35 pm IST)