Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ભૂપત બોદરે વહેલી સવાર સુધી હાજર રહીને રાહ ચીંધ્યો

જિલ્લા પંચાયત પ્રમુખ-ડી.ડી.ઓ.એ રાત્રે કંટ્રોલ રૂમમાં મુકામ કર્યોઃ ગામડાઓ સુધી સતત સંપર્ક

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનાં કંટ્રોલ રૂમ ખાતે રાત્રે પ્રમુખ ભૂપત બોદર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ મુકામ કરી ગ્રામીણ કક્ષા સુધીની માહિતી સતત મેળવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને પંચાયત કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર પ્રમુખે ભૂપત બોદર અને ડી. ડી. ઓ. અનિલકુમાર રાણાવાસિયાએ હાજર રહી ગ્રામીણ ક્ષેત્ર સુધી સંપર્ક જાળવેલ અને તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. પ્રમુખ બોદર રાત્રે ૯.૩૦ વાગ્યાથી વહેલી સવારે ૪ વાગ્યા સુધી કંટ્રોલ રૂમમાં રહ્યા હતાં. કુદરતી આફત વખતે પ્રમુખ આખી રાત કંટ્રોલ રૂમમાં રહ્યુ હોય તેવુ રાજકોટમાં કદાચ પ્રથમ વખત બન્યું છે.

પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર તરફથી વાવાઝોડા અન્વયે ગ્રામ્ય કક્ષાએની સ્થિતિની જાણકારી લેવા રાજકોટ તાલુકાના ગામોના ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ તથા સરપંચશ્રી સાથે ટેલીફોન દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ અંગે ટેલીફોનીક વાત કરી જાણ કરવામાં આવી હતી. અને તકેદારી માટે જરૂરી પગલાઓ લેવા માટેના સુચનો કરેલ હતાં. આમ કંટ્રોલ રૂમ ખાતે રાત્રી રોકાણ કરવાના દ્રઢ સંકલ્પ સાથે કંટ્રોલ રૂમ ખાતે જ ઉપસ્થિત છું. તેવો વિશ્વાસ આપી રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપત બોદર દ્વારા કોઇપણ જાતની સહાયની જરૂર હોઇ તો વિના સંકોચે જણાવવા કહ્યું હતું અને લોકોના જાનમાલની સુરક્ષામાં કોઇ કચાશ ના રહી જાય તે અંગે ખાસ ભલામણ કરેલ છે.

(12:13 pm IST)