Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટમાં મધરાતે ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયા'તાઃ ૧ાા ઈંચ

રાજુલામાં સૌથી વધુ ૧૯૫ કિ.મી.ની તોફાની ઝડપે પવન ફૂંકાયેલાઃ જસદણ, વિંછીયા, ગોંડલ પંથકમાં ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપ હતી : રાજકોટ શહેરમાં પવનની એવરેજ સ્‍પીડ ૫૦ કિ.મી.નીઃ છવાયેલા વાદળો વચ્‍ચે વરસાદ એકધારો ચાલુ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રમાં દરિયામાં મધરાતે વાવાઝોડાએ લેન્‍ડફોલ કર્યુ હતું. ધીમેધીમે આગળ વધી રહ્યું છે. સવારે ૭:૩૦ વાગ્‍યા અપડેટ મુજબ વાવાઝોડુ દીવથી ૯૫ કિ.મી. ઉતર દિશામાં અને અમરેલી આસપાસ હાલ છે. બોટાદ, સુરેન્‍દ્રનગર થઈ સાંજે અમદાવાદમાં લેન્‍ડફોલ કરશે. ‘‘ર્તૌકતે'' નબળુ પડયું છે. હાલ ઉત્તર- ઉત્તર- પヘમિ દિશામાં આગળ વધી રહ્યું છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં ગઈકાલ બપોર બાદથી જ વાતાવરણમાં પલ્‍ટો જોવા મળ્‍યો હતો. આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. પવનનું જોર સતત જોવા મળતું હતું. દરમિયાન મોડીરાતે પવનની ગતિ એકાએક વધી ગઈ હતી અને એક સમયે ૭૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાયા હતા.

દરિયામાં વાવાઝોડુ લેન્‍ડફોલ થયા બાદ આશરે બે અઢી વાગ્‍યા બાદ વરસાદ સાથે પવનનું જોર પણ જોવા મળ્‍યું હતું. મધરાતથી સવાર સુધીમાં એવરેજ ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હતા. હવામાન ખાતામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ લખાય છે ત્‍યારે પણ કાળાડીબાંગ વાદળો વચ્‍ચે પવન અને વરસાદ પડી રહ્યો છે.

દરમિયાન મોડીરાતે રાજુલામાં સૌથી વધુ પવનની ઝડપ જોવા મળી હતી. ૧૯૫ કિ.મી.ના તોફાની પવન ફૂંકાયા હતા. જયારે જસદણ, વિંછીયાના ગોંડલ પંથકમાં ૮૦ થી ૯૦ કિ.મી.ની પવનની સ્‍પીડ જોવા મળી હતી.

(11:07 am IST)