Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટના પરાબજારમાં સવારે દુકાનો ખુલીઃ તકેદારીના ભાગરૂપે પોલીસે બંધ કરાવી

રાજકોટ શહેરમાં મોડીરાતથી પવન સાથે એકધારો વરસાદ ચાલુ છે. દરમિયાન શહેરના પરાબજારમાં આજે સવારે વેપારીઓએ દુકાનો ખોલી હતી. પરંતુ જોરદાર પવન ફૂંકાઈ રહ્યા હોય અને વરસાદ ચાલુ હોય પોલીસ દ્વારા વેપારીઓને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી. તકેદારીના ભાગરૂપે પરાબજારના વેપારીઓએ પણ સહયોગ આપી દુકાનો બંધ કરી દીધી હતી.

(12:52 pm IST)