Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પીડીયુમાં દાખલ કોરોનાના ૪૨ દર્દીઓ થોડા સ્વસ્થ થતા અન્યત્ર શીફટ કરાયા

ચૌધરી હાઇસ્કુલ હેલ્પડેસ્ક પર ૪૪૪ ફોન કોલ્સ

રાજકોટ તા. ૧૮ : શહેરના કોવિડ કંટ્રોલ રૂમ ખાતેથી પ્રોએકટીવ કોલીંગ સેન્ટરથી પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ દર્દીના સગાને દરરોજ સવારે અને બપોર પછી એમ બે વખત દર્દીના હાલની સ્થિતિ વિષે અવગત કરાવવામાં આવે છે. તેમજ મુંજવણોનું યથોચિત સમાધાન કરવામાં આવે છે.

દરમિયાન તા. ૧૭ ના રાત્રે ૯ વાગ્યાની સ્થિતિએ આ કોલીંક કંટ્રોલરૂમમાં ૪૪૪ કોલ આવ્યા હતા. હેલ્પડેશ્ક દ્વારા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા ૪૨ દર્દીઓને અન્યત્ર શીફટ કરવામાં આવેલ. અમુકને સમરસ યુનિટમાં અને અમુકને કેન્સર કોવિડ કેર સેન્ટરમાં શીફટ કરાયા હતા.

ચૌધરી હાઇસ્કુલમાં હેલ્પ ડેસ્ક નં.૦૨૮૧- ૨૪૪૪૬૮૦, સમરસ હેલ્પ ડેસ્ક નં. ૯૫૧૨૦ ૪૫૨૭૬ અને કેન્સર કોવિડ કેર સેન્ટરના હેલ્પ ડેસ્ક નં.૯૩૧૩૮ ૦૪૯૨૯ છે.

(3:03 pm IST)