Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરનાં નિઃશુલ્ક સેવાયજ્ઞમાં દાંતના તબીબોની માનદ સેવા

રાજકોટ :.. કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર દેશને અજગરી ભરડો લીધો છે, રાજકોટમાં દરરોજ કોરોના સંક્રમતિ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવા કપરા સમયે માનવતાની મહેક પ્રસરાવે તેવા કાર્યમાં રોલેકસ રીંગ્સ પ્રા. લી.નાં મુખ્ય આર્થિક સહયોગથી અને સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ નામના ધરાવતા ધ ગેલેકસી એજયુકેશન સીસ્ટમ (ટીજીઇએસ) નાં કેમ્પસ યોગદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલ એસ.એન.કે. સ્કુલના કેમ્પસમાં તદન નિઃશુલ્ક રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરમાં અનેક દર્દીઓ સાજા થઇ પોતાના પરીવારમાં પરત ફરેલ છે. આ સેવા યજ્ઞમાં સંપૂર્ણ ફ્રી માં તમામ દર્દીઓની સારવાર આપવામાં આવી રહેલ છે. આ સેવાયજ્ઞમાં એક અનોખા ડોકટરનું ગ્રુપ કે જે વ્યવસાયે દાંતનાં ડોકટરો છે પણ સ્વેચ્છાએ સમાજ માટે કંઇક કરવાની ભાવના સાથે આ સેન્ટરનાં મેડીકલ તબીબોની ટીમની સાથે રહી દર્દીઓની સારવાર અને સંભાળમાં તેમના વ્યવસાયમાંથી ૪-પ કલાકનો રોજનો સમય કાઢી સેવા આપી રહ્યા છે. ૧૯ તબીબોની ટીમ કે સીનીયર ડેન્ટીસ્ટ ડો. નિગમ બુચનાં નેતૃત્વ હેઠળ તૈયાર થઇ આ સેન્ટરમાં નિઃસ્વાર્થ ભાવે ફરજ બજાવી સમાજ માટે ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. આ ટીમમાં ડો. ભાવીન જોશી, ડો. સાગર જીવરાજાણી, ડો. રાજ ભગદેવ, ડો. રશ્મી જસાણી, ડો. દિપીકા મોડ, ડો. મૈત્ર ભાલોડીયા, ડો. હાર્દિક જોશી, ડો. નિરવ કોટક, ડો. ચિરાગ પટેલ, ડો. તન્મય દવે, ડો. આરતી દવે, ડો. શ્રેય શિંગાળા, ડો. જય ચાવડા, ડો. નિરવ સુરાણી, ડો. નિલેષ રૂઘાણી, ડો. પુનમ વેકરીયા, ડો. ખુશ જસાણી, ડો. વિશ્વા પટેલ અને ડો. નિલાંગ પાનસુરીયા વગેરે સેવા આપી રહેલ છે.

(3:14 pm IST)