Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

બસ સ્ટેશન પાછળ હોટલમાંથી દારૂની ૧૦૬ બોટલ સાથે પોરબંદરના પ્રકાશ, ભાવીક અને હેમેન્દ્ર પકડાયા

ક્રાઇમબ્રાંચનો દરોડોઃ પ્રકાશ પાંજરી ગોવાથી દારૂ ભરેલા થેલા સાથે ટ્રેનમાં રાજકોટ આવ્યો'તોઃ વાવાઝોડુ અને લોકડાઉનના લીધે બસ ચુકાઇ જતા બે સાગરીતો સાથે હોટલમાં રોકાવું પડયું

રાજકોટ તા. ૧૮ : તૈઉતે વાવાઝોડુ અને લોકડાઉનમાં બંદોબસ્ત અને પેટ્રોલીંગ દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે એસટી બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સીટી પેલેસના રૂમમાંથી દારૂની ૧૦૬ બોટલ સાથે પોરબંદરના ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ હાલમાં તૌઉતે વાવાઝોડા અંતર્ગત તકેદારીના ભાગ રૂપે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે શહેરના અલગ-અલગ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવા માટે સૂચના આપેલ હોઇ જે અનુસંધાને ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી.સાખરા, હેડ કોન્સ્. ધીરેનભાઇ, માલકીયા, મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, કિરણસિંહ ઝાલા, તથા જયપાલસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાંં હતા ત્યારે એસ ટી બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સીટી પેલેસમાં એક શખ્સ દારૂના જથ્થા સાથે આવ્યો હોવાની બાતમી કોન્સ ભગીરથસિંહ ઝાલા તથા ઉમેશભાઇ ચાવડાને મળતા તાકીદે સીટી પેલેસ હોટલના રૂમ. નં.ર૦૭માં દરોડો પાડી રૂ.૩૧,૮૦૦ ની કિંમતની દારૂની ૧૦૬ બોટલ સાથે પોરબંદર ખારવાવાડ લાખાણી ફળીયામાંં રહેતા પ્રકાશ માવજીભાઇ પાંજરી (ઉ.૩ર) પોરબંદર જુનો નાગરવાડા ભાટીયા બજારમ)ં ભાડે રહેતા ભાવીક ધનજીભાઇ ચામડીયા (ઉ.ર૪) અને હેમેન્દ્ર મોહનભાઇ ડાભી (ઉ.૩૯)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પોલીસે ત્રણેયની પુછપરછ કરતા પ્રકાશ ગોવાથી ત્રણ થેલામાં દારૂનો જથ્થો લઇને ટ્રેન મારફતે ગઇકાલે રાજકોટ ઉતર્યો હતો. ત્યારે તેણે તેના બે સાગરીત ભાવીક અને હેમેન્દ્રને પણ પોરબંદરથી રાજકોટ બોલાવી લીધા હતા ત્રણેય પોરબંદર જવા મટે બસ સ્ટેશને પહોંચતા બસ ચુકાઇ જતા ત્રણેય સીટી પેલેસ હોટલમાં રોકાયા હતા અને આજે સવારે ત્રણેય પોરબંદર જવા માટેનીકળતાના હતા.

(3:55 pm IST)