Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

બે વર્ષમાં શિક્ષક ભાવિકે ૧૦ નકલી માર્કશીટ મંગાવ્યાનું રટણઃ રિમાન્ડ માટેની તજવીજઃ બાકીના ચાર કોર્ટહવાલે

રાજકોટ તા. ૧૮: શહેર એસઓજીની ટીમે ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધોરણ-૧૦, ૧૨ની નકલી માર્કશીટ વેંચવાનું જબરૂ કોૈભાંડ ઝડપી લઇ શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં શિક્ષક ખત્રી યુવાન અને તેની પાસેથી નકલી માર્કશીટ્સ ખરીદનારા ચારને પકડી લીધા હતાં. જેમાં સુત્રધાર શિક્ષકને  રિમાન્ડની માંગણી સાથે રજૂ કોર્ટમાં રજૂ કરવામાં તજવીજ કરવામાં આવી છે. જ્યારે તેની પાસેથી નકલી માર્કશીટ ખરીદનારા ચારને કોર્ટહવાલે કરાયા છે.

એસઓજીના પીએસઆઇ એમ. એસ. અંસારીએ ફરિયાદી બની ભાવિક પ્રકાશભાઇ ખત્રી (ઉ.વ.૨૮-રહે. ૫/૮૯, વિશ્વકર્મા સોસાયટી-૫, ગંગોત્રી ડેરી પાસે સાધુ વાસવાણી રોડ), રામસીંગ (રહે. દિલ્હી અથવા યુપી), 

સમગ્ર કારસાની વિગતો પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસઓજી પીઆઇ આર. વાય. રાવલે માહિતી આપી હતી. પોલીસે નકલી માર્કશીટના આ કોૈભાંડમાં ફિઝીકસ વિષય ભણાવતાં શિક્ષક ભાવિક પ્રકાશભાઇ ખત્રી (ઉ.વ.૨૮-રહે. ૮/૮૯ વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૫, ગંગોત્રી ડેરી પાસે સાધુ વાસવાણી રોડ), હરિકૃષ્ણ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.૨૪-રહે. ૪૦૫ શિવમ્ એપાર્ટમેન્ટ, સત્યમ પાર્ક ૮૦ ફુટ રોડ હુન્ડાઇ શો રૂમ સામે), પ્રિતેશ ગણેશભાઇ ભેંસદડીયા (ઉ.વ.૨૧-રહે. કૃપા, ૧૦/બી ઉદયનગર વિશ્વેશ્વર મંદિર પાસે નાના મવા મેઇન રોડ), વાસુ વિજયભાઇ પટોળીયા (ઉ.વ.૨૧-રહે. શ્રીરામ પાર્ક-૧, શેરી નં. ૧ કલ્યાણ પાર્ક પાછળ નાના મવા રોડ રાજકોટ) તથા સુરેશ દેવજીભાઇ પાનસુરીયા (તે પ્રિયેન સુરેશભાઇ પાનસુરીયાના વાલી) (ઉ.વ.૨૮-રહે. દેવજીનગર સોસાયટી બ્લોક નં. ૨૮, ભવાની સર્કલ એ. કે. રોડ સુરત), તેમજ  દિલીપ ખીમાભાઇ રામાણી (ઉ.વ.૪૫-રહે. ચીતલીયા રોડ, બહુચરનગર ગેલ માતાજીના મંદિર સામે જસદણ), પ્રફુલ અરજણભાઇ ચોવટીયા (તે વાલી મહેશકુમાર પ્રફુલભાઇ ચોવટીયા) (રહે. ૪૦૨, વૃજ કોમ્પલેક્ષ ઉપાસના પાર્ક બાલાજી હોલ પાછળ નાના મવા રોડ) તથા સુરેશ વસોયા (તે શિલેષ સુરેશભાઇ વસોયાના વાલી) (રહે. પટેલનગર-૧૧, શેરી નં. ૧૧ ઓમનગર પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ) તથા તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધી પાંચની ધરપકડ કરી હતી.શિક્ષક ભાવિક ખત્રીના ઘરમાંથી પોલીસને  ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીના નામની તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ-૧૦ અને ૧૨ની નકલી માર્કશીટ મળી આવી હતી. 

આ માર્કશીટ નકલી જ છે તેની ખાત્રી થઇ ગયા બાદ એસઓજીએ શિક્ષક ભાવીક ખત્રી તથા તેની પાસેથી નકલી માર્કશીટ ખરીદનારા હરિકૃષ્ણ ચાવડા, પ્રિતેશ ભેંસદડીયા, વાસુ પટોળીયા, સુરેશ પાનસુરીયાની ધરપકડ કરી હતી. હિન્દીભાષાના અખબારમાં બે વર્ષ પહેલા જાહેરખબર વાંચીને ભાવિકે નકલી માર્કશીટ બનાવવા માટે યુપીના રામસિંગનો સંપર્ક કર્યો હતો. એ પછી નકલી માર્કશીટો મંગાવવાનું ચાલુ કર્યુ હતું. ધોરણ-૧૦, ૧૨ની નકલી માર્કશીટના ૨૫ થી ૩૦ હજાર અને ગ્રેજ્યુએશનની માર્કશીટના ૬૦ હજાર વસુલાતા હતાં. ભાવિકે અત્યાર સુધીમાં દસ જેટલી નકલી માર્કશીટ મંગાવ્યાનું રટણ કર્યુ છે. તે આંગડિયાથી પેમેન્ટ મોકલતો હતો. તે કદી રામસિંગને રૂબરૂ મળ્યો નથી. વ્હોટ્સએપ પર જ વાત થતી અને કોલીંગ થતું હતું.

રામસિંગ ઝડપાયા બાદ વધુ વિગતો ખુલવાની શકયતા છે. ભાવિક સાથે કોૈભાંડમાં બીજુ કોઇ સામેલ છે કે કેમ? ખરેખર કેટલી નકલી માર્કશીટ્સ મંગાવી? એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી છે. બાકીના ચાર એટલે કે નકલી માર્કશીટ ખરીદનારાઓને કોર્ટહવાલે કરવામાં આવ્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, અનિલસિંહ ગોહિલ, સોનાબેન મુળીયા, એએસઆઇ બકુલભાઇ વાઘેલા, જાહીરખાન, કોન્સ. અઝહરૂદ્દીન બુખારી સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:59 pm IST)