Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સ્‍વામિની વલ્લભ કૃપા પ્રસાદ ભાગ-૧ અને રનું પ્રકાશન

પુસ્‍તક પરિચય - ધન્‍વી-માહી

રાજકોટ તા. ૧૮ :.. શાસ્ત્રી શ્રી જયવલ્લભ ધનેશ્વર ભટ્ટ દ્વારા સ્‍વામિની વલ્લભ કૃપા પ્રસાદ-૧ અને રનું પ્રકાશન કરવામાં આવ્‍યું છે.
આપણે નાથદ્વારા-કોકરોલી વગેરે સ્‍થાનમાં બિરાજતાં સ્‍વરૂર્પોના દર્શન કરીએ છીએ. અને તે સ્‍વરૂર્પોના નામ જાણીએ છીએ પરંતુ તે સ્‍વરૂપોની લીલા, આકૃતિ અને પ્રાકય વિશે આપણે માહીતગાર નથી તેના માટે શ્રી હરિરાયજી અને શ્રી દ્વારકેશજી (ભાવનાવાળા) એ આંતર-બાહ્ય સ્‍વરૂપના દર્શન કરાવ્‍યા તેઓની કૃપાથી સ્‍વરૂર્પોને આંતર-બાહ્ય પ્રકારે જાણીએ તેના માટે મુંબઇના પૂ. શાસ્ત્રીજી જય વલ્લભ ડી. ભટ્ટએ ભગીરથ પ્રયત્‍ન કર્યો છે.
આ સ્‍વરૂર્પો અષ્‍ટનિધિ, જેના નામ શ્રીનાથજી, શ્રી નવનીતપ્રિયાજી, શ્રી મથુરેરાજી, શ્રી વિઠલનાથજી, શ્રી દ્વારિકાધીશજી, શ્રી ગોકુલ નાથજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી મદનમોહનજી, તદ ઉપરાંત શ્રી બાલકૃષ્‍ણજી, શ્રી નટવરલાલજી, શ્રી કલ્‍યાણરાયજી, શ્રી અષ્‍ટભુજાજી, શ્રી દામોદરજી, શ્રી લલિતપ્રિભગીજી, શ્રી મુકુંદરાયજી, શ્રી શ્‍યામ મનોહરજી મળી ૧૬ સ્‍વરૂર્પો જેની લીલા અલગ તેના કારણે સ્‍વરૂર્પોમાં ભેદ પણ લીલાત્‍મક ભેદ છે, શ્રી દ્વારકેશજી કીર્તન, દ્વારા સ્‍વરૂર્પોના દર્શન કરાવે છે. ગ્રંથ સ્‍વામિની વલ્લભકૃપા પ્રસાદ ભાગ-૧ કુલ પાના ૧૭૯ અને ભાગ-ર કુલ પાના ૩૬૩, નો સુંઘડ, સ્‍વચ્‍છ, પ્રિન્‍ટીંગથી સજી-ધજીને બનેલો દળદાર ગ્રંથ સમગ્ર વલ્લભસૃષ્‍ટિનું ગૌરવરૂપ ઘરેલુ બન્‍યો, મુંબઇના આજીવન સેવા ભેખધારી પરમ ભગવદીય વૈષ્‍ણવ ચંદુભાઇ વી. શાહએ પ્રભુ પ્રાર્થના, ઇન્‍દિરા સ્‍મૃતિ ગ્રંથ કે જે વિદ્વતાપૂર્ણ છે જે હંમેશ આપતા રહે છે. જેથી ધન્‍યવાદના પાત્ર પણ બન્‍યા ગ્રંથનું આમુખ પ.પૂ. શ્રી ડો. વાગીશકુમાર ગોસ્‍વામી (કાંકરોલી યુવરાજ) એ આલેખ્‍યુ જે સમગ્ર માનવીઓ પોતાના જીવનમાં ઉતારે તો પ્રકાશક ચંદુભાઇ વી. શાહ તેમજ દાસાનુદાસ શાષાીજી પૂ. જય વલ્લભ ડી. ભટ્ટએ કરેલ સ્‍તુત્‍ય પ્રયાસને ચાર ચાંદ લાગશે.બન્ને ગ્રંથોમાં એક વિષયોની મહત્‍વપૂર્ણ છણાવટ વિવિધ સ્‍વરૂર્પોના વિભિન્ન લીલાઓની લીલાત્‍મક ભેદતા જે રીતે સમજાવી છે. તે ખરેખર અભિનંદનીય છે.
 પ્રાપ્તિ સ્‍થાન
ચંદુભાઇ વી. શાહ,
સી. જે. ઇન્‍ડસ્‍ટ્રીઝ, મુંબઇ
મો. ૦૯૩રર૪૧૭૧૭૪
મો. ૦૯૮ર૧૬૪૪૦૭૭
ઓફીસ : ૦રર રર૧પ૦૧૦૩
વધુ વિગત માટે શાસ્ત્રીશ્રી જયવલ્લભ ધનેશ્વર ભટ્ટનો (મો. ૯૩રર૯ ૯૬૬૬૩) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(11:33 am IST)