Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાના આયોજનને આખરી ઓપઃ કથા શ્રવણ કરવા ભાવિકો આતૂર

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી રામનગરીની મુલાકાત લઇને શ્રી રામકથાના આયોજન અંગે મહાજન હોદેદારો પાસેથી માહિતી મેળવી : ડોમમાં ગરમી ન લાગે તે માટે પંખા, કુલર અને સ્‍પ્રીંકલર સતત ચાલુ રખાશેઃ ત્રણ થી ચાર ચેનલ ઉપર શ્રી રામકથાનું લાઇવ પ્રસારણ થશેઃ દાતાઓ પણ સાંબેલાધારે વરસી રહ્યા છે : ચૌધરી હાઇસ્‍કુલના વિશાળ મેદાનમાં હજારો ફુટનો ડોમ, એક સાથે હજજારો લોકો શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લઇ શકે તેવી અલાયદી વ્‍યવસ્‍થાઃ પાર્કીંગ, ફાયર બ્રિગેડ, એમ્‍બ્‍યુલન્‍સ, મોબાઇલ ટોયલેટ બ્‍લોકસ, પૂછપરછ કાઉન્‍ટર સહિતની અપ ટુ ડેટ વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ કથા મંડપમાં દરેક ભકતને મિનરલ વોટરની એક બોટલ પણ અપાશે : કોર્પોરેટર ટચ સાથેની ઐતિહાસિક શ્રી રામકથાને સફળ બનાવવા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને તેની સમગ્ર ટીમ કાર્યરત

રાજકોટ તા. ૧૮ :  વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને રાજકોટના અંદાજે અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ર૧ મે થી ર૯ મો. ર૦રર દરમ્‍યાન શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્‍યા દરમ્‍યાન શ્રી રામકથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા (મુંબઇ) મુખ્‍ય વકતા તરીકે વ્‍યાસાસને બિરાજશે. અને ભાવિકોને શ્રી રામકથાનું રસપાન કરાવશે. શ્રી રામકથાનું શ્રવણ કરવા રાજકોટ સહિત  દેશ-વિદેશના લોકો ભારે આતુર છે. શ્રી રામકથાનું લાઇવ પ્રસારણ ત્રણ થી ચાર ચેનલો ઉપર થવાનું છે. કથા સ્‍થળ શ્રી રામનગરીને આખરી ઓપ આપવાનું કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે.
અકિલા પરિવારના મોભી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી રામનગરીની મુલાકાત લીધી હતી. અને શ્રી રામકથાના આયોજન અંગે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ સહિતના હોદેદારો - અગ્રણીઓ પાસેથી માહિતી મેળવી હતી. આયોજન સંદર્ભે શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ઉપયોગી અને સચોટ સૂચનો પણ કર્યા હતાં. શ્રી કિરીટભાઇ ગણાત્રાની શ્રી રામનગરી ખાતેની મુલાકાત દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આર. સી. સી. બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા તથા રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઇ ઠક્કર પણ સાથે રહ્યા હતાં.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાનાર કોર્પોરેટ ટચ સાથેની શ્રી રામકથામાં શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે હજજારો ફુટનો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્‍યો છે કે જેમાં એક સાથે હજજારો ભાવિકો કથા શ્રવણનો લાભ લઇ શકે. જેઓ કોઇ કારણસર નીચે નથી બેસી શકતા તેવા ભકતો માટે ખુરશીની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.  દિવસના અંતે શ્રી રામકથાના વિરામ બાદ કથા મંડપમાંથી ભાવિકો-શ્રધ્‍ધાળુઓ સીધા જ પ્રસાદના કાઉન્‍ટર સુધી પહોંચી શકે તેવી શિસ્‍તબધ્‍ધ વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. રીપીટ કાઉન્‍ટર પણ અલગ રાખવામાં આવ્‍યા છે.
ચૌધરી હાઇસ્‍કુલના વિશાળ મેદાનમાં કાર પાસ ધરાવતી કાર સહિત ટૂ વ્‍હીલર્સ પણ શિસ્‍ત બધ્‍ધ રીતે પાર્ક થઇ શકે તે માટે પણ સિકયુરીટી સહિતની અલાયદી વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. પ્રસાદ બનાવતી વખતે કે અન્‍ય કોઇ કારણસર અકસ્‍માત બને તો તુરત જ કંટ્રોલ કરી શકાય તે માટે ફાયરબ્રિગેડની ગાડી અને એમ્‍બ્‍યુલન્‍સ પણ સ્‍ટાફ સાથે સ્‍ટેન્‍ડ ટુ રાખવામાં આવનાર છે. મોબાઇલ ટોયલેટ બ્‍લોકસ પણ રખાશે કે જેની સમયાંતરે સફાઇ થતી રહેશે. કોઇપણ જાતની માઇક દ્વારા જાહેરાત  કરવી, પુછપરછ  કરવી, દાન લખાવવું વિગેરે માટે એક પૂછપરછ કાઉન્‍ટર જ અલગ રાખવામાં આવ્‍યું છે. કથા મંડપમાં દરેક ભકતને પ૦૦ એમ. એલ. મિનરલ વોટરની એક બોટલ આપવામાં આવનાર છે જે સંદર્ભે ખાલી બોટલો લેવા માટેનો સ્‍ટાફ પણ અલગ રાખવામાં આવ્‍યો છે કે જેથી ચોખ્‍ખાઇ જળવાઇ રહે કથા મંડપમાં ભાવિકોને ગરમી ન થાય તેની તકેદારીરૂપે પંખા, એરકુલર અને સ્‍પ્રીંકલર સતત ચાલુ રખાશે. કે જેને કારણે કથામંડપની અંદરનું તાપમાન વધે નહીં અને ઠંડક રહે.
આ ઐતહાસિક, પવિત્ર, અલોૈકીક અને દિવ્‍યતાભરી શ્રી રામકથા માટે દાતાઓ પણ દાન સ્‍વરૂપે સાંબેલા ધારે વરસી રહ્યાં છે અને શ્રી રામકથામાં દાન આપીને ધન્‍યતા અનુભવી રહ્યાં છે. દાનનો પ્રવાહ અસામાન્‍ય રીતે પુષ્‍કળ પ્રમાણમાં વરસી રહ્યો છે.
શ્રી રામકથાના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રી યોગેશભાઇ પુજારા- પુજારા ટેલિકોમ,  મંત્રીઓ રીટાબેન કોટક અને હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટર ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ  ગોકાણી, જતીનભાઇ કારીયા, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બરછા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ, સહિતના વિવિધ લોહાણા અગ્રણીઓ, જ્ઞાતિજનો , તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણિયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ડોકટર્સ સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન,કેટરીંગ એસો.ના સભ્‍યો, શ્રી રામકથા સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કાલાવડ રોડને બદલે
રાજકોટ લોહાણા મહાજનની મધ્‍યસ્‍થ-રજીસ્‍ટર્ડ ઓફીસ ર૯ મે સુધી ચૌધરી હાઇસ્‍કુલ ખાતે કાર્યરત
-શ્રી રામકથા દરમ્‍યાન શ્રીરામનગરી ખાતે રાજકોટ લોહાણા મહાજનનું તમામ એડમિનિસ્‍ટ્રેટીવ વર્ક થશે

રાજકોટ તા. ૧૮ રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.ર૧ મે થી ર૯ મે, ર૦રર દરમ્‍યાન શ્રી રામકથાનું ભવ્‍યદિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેને કારણે જ્ઞાતિજનો અને સમાજના લોકોને લોહાણા મહાજન સંબંધિત કોઇપણ કાર્યમાં અગવડ ન પડે અને તમામ પ્રકારનું એડમિનિસ્‍ટ્રેટીવ વર્ક સરળતાથી થઇ શકે તે માટે રાજકોટ લોહાણા મહાજનની મધ્‍યસ્‍થ-રજીસ્‍ટર્ડ ઓફીસ શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન રાજકોટ ખાતે (મધ્‍યસ્‍થ હોલ) કાર્યરત કરવામાં આવી હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું છે.
કાલાવડ રોડ, અન્‍ડબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, રાજકોટ ખાતે આવેલ રાજકોટ લોહાણા મહાજનની કાયમી રજીસ્‍ટર્ડ-કોર્પોરેટ ઓફીસ તા.ર૯ -ર૦રર મે  સુધી સદંતર બંધ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથા સંદર્ભે આજે રાત્રે બહેનો માટેની મિટીંગ
- ‘નારી શકિત અભિવ્‍યકિત' હેઠળ રાત્રે ૯ વાગ્‍યે શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે ઉપસ્‍થિત રહેવા અપીલ

રાજકોટ તા. ૧૮ : વિશ્વનું સૌથી મોટુ લોહાણા મહાજન ગણાતું રાજકોટ લોહાણા મહાજન દ્વારા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટ ટચ સાથે શ્રી રામકથાનું આયોજન થઇ રહ્યું છે. આયોજનના આખરીઓપ માટે આજે રાત્રે ૯ વાગ્‍યે શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે ખાસ કરીને જ્ઞાતિના બહેનો માટેની મિટીંગ રાખવામાં આવી હોવાનું રાજકોટ લોહાણા મહાજનની યાદીમાં જણાવાયું છ.ે ‘નારી શકિત અભિવ્‍યકિત' હેઠળ રાખવામાં આવેલ જ્ઞાતિના બહેનો માટેની મિટીંગમાં શ્રી રામકથા માટેની સુચારૂં વ્‍યવસ્‍થા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જ્ઞાતિના ભાઇઓને પણ સપરિવાર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

 

(3:10 pm IST)