Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ફાયનાન્સ કંપનીની લોન ભરપાઇ કરવા માટે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા

રાજકોટ તા. ૧૮ : લોન લઈ પરત ન ચુકવનાર માટે લાલબતી સમાન ચૂકાદામાં રાજકોટની અદાલતે ચોલામંડલમ ફાયનાન્સ માંથી વાહન ખરીદવા લોન લઈ પરત ચૂકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફોજદારી ફરીયાદના કામે કેસ ચાલી જતાં આરોપી ધીરૃભાઈ પીપળીયા રહે.કોઠારીયા રોડ, રાજકોટ વાળાને ૧ વષલ્લની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રહેતા ધીરૃભાઈ રત્નાભાઈ પીપળીયાએ એલ.પી.ટી. ૧૪૧ર/ એલ.સી.વી. નામનુ વાહન ખરીદવા માટે નાણાની જરૃરીયાત ઉભી થતા રાજકોટ સ્થિત ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાંુ. લી. માંથી કંપનીના ધારાધોરણ અને નીતીનિયમ મુજબ આરોપીને રૃા. ૧પ,૧૮,૦૦૦ની લોનની સવલત પુરી પાડેલ હતી, આરોપીએ ફરીયાદી કંપની પાસેથી લોન લેતી વખતે ફરીયાદી કંપનીમાં કરાર કરેલ હતો તહોમતદારે કરેલ કરાર મુજબ લોનના હપ્તાની રકમો ચુકવવામાં કસુર કરતા ફરીયાદી દ્વારા ચડત થઈ ગયેલ હપ્તાઓની રકમ ચુકવી આપવા જણાવતા તહોમતદારે સદર રકમની ચુકવણી માટે ફરીયાદી કંપનીને રૃા.પ,૮૩,૧૧ર નો ચેક આપેલ હતો.

ફરીયાદી કંપનીએ આરોપીની પુરતી ખાત્રી કરી અને જરૃરી દસ્તાવેજો આરોપી પાસે લઈ વાહન ખરીદવા માટે લોન આપેલ હતી. આરોપી દ્રારા કંપનીને લોન ચૂકવવા માટે હપ્તાથી ભરપાઈ કરવાની જોગવાઈ કરવામાં આવેલ હોય આરોપીએ કંપની સાથેના કરાર મુજબ લોન પરત ચૂકવવા માટે આપેલ ચેક પરત થતાં ફરીયાદી કંપનીના એડવોકેટ રીપન ગોકાણી મારફત આરોપી વિરુઘ્ધ રાજકોટની અદાલતમાં આરોપીનો ચેક પરત ફરવાની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

અદાલત દ્વારા ફરીયાદીએ રજૂ કરેલ લોન એગ્રીમેન્ટ સહીતના તમામ દસ્તાવેજો પુરવાર માની આરોપીને કસુરવાર ઠરાવતા ચૂકાદામાં એવંુ અવલોકન કરેલ કે આરોપીના બેંકના ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાથી આરોપીની દાનત રકમ ફરીયાદીને પરત નહી આપવાનું પુરવાર થાય છે તેમજ આરોપીની વતલ્લણુંક જોતા પણ તેને કોઈ રહેમ રાખી શકાય તેમ નથી જેથી કેસના આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વષલ્લની જેલની કેદની સજાનો હુકમ કરતા લોન ડીફોલ્ટરોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કામમાં ફરીયાદી કંપની ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાંુ. લી. વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.

રીપન ગોકાણી

ફરિયાદી કંપનીના વકીલ

(4:41 pm IST)