Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભુદેવ સેવા સમિતિ દ્વારા બ્રહ્મ ચિંતન શીબીર : સામાજીક, શૈક્ષણિક, રાજનીતી અંગે વિસ્‍તૃત છણાવટ

રાજકોટ : બ્રહ્મ પરિવારોને સંગઠીત કરી તેમના ઉત્‍કર્ષ અને સમાજ સેવાના ધ્‍યેય સાથે તેજસ ત્રિવેદી દ્વારા સ્‍થપાયેલ ભૂદેવ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં હોટલ ટીજીએમ ખાતે બ્રહ્મચિંતન શીબીર યોજવામાં આવી હતી. ‘ઇન્‍ટેકચ્‍યુઅલ બ્રાહ્મીન સિમ્‍પોસીસ-૨૦૨૨' શીર્ષક હેઠળ યોજાયેલ આ ચિંતન શીબીરમાં ગામે ગામથી તમામ તડ ગોળના પ્રમુખો, સભ્‍યોએ બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો. અલગ અલગ પાંચ સેશનમાં ચાલેલ આ શીબીરમાં ખ્‍યાતિપ્રાપ્‍ત વકતાઓએ વકતવ્‍યનો લાભ આપ્‍યો હતો. કાર્યક્રમનું દીપપ્રાગટય બ્રહ્મ અગ્રણી કશ્‍યપભાઇ શુકલ, વિજયભાઇ જોષી (ગુરૂજી), સી. કે. જોષી, ડો. દર્શનાબેન પંડયા, ડો. અતુલભાઇ પંડયા, દર્શિતભાઇ જાની, જનકભાઇ દવે, ડો. રાજેશભાઇ ત્રિવેદી, ડો. અતુલભાઇ વ્‍યાસ, કેતનભાઇ બોરીસાગર, યોગેશભાઇ ભટ્ટ, ધનંજયભાઇ દવે, પરાગભાઇ મહેતા, પરેશભાઇ રાવલ, જનાર્દનભાઇ આચાર્ય, કમલેશભાઇ જોષી, હરિશભાઇ મહેતા, શીરીષભાઇ ભટ્ટ, ડો. પ્રશાંતભાઇ ઠાકર, ડો. તેજસભાઇ ત્રિવેદી, અતુલભાઇ પંડીત, કિરીટભાઇ પાઠક, યોગેન્‍દ્રભાઇ લહેરૂ, ડો. ઉમંગભાઇ શિહોરા, અશ્વિનભાઇ મહેતાના હસ્‍તે કરવામાં આવેલ. બાદમાં વકતાઓએ પોતાની વાણીનો લાભ આપ્‍યો હતો. પ્રથમ સેશનમાં રોજગાર અધિકારી ચિંતનભાઇ દવેએ રોજગાર અને શિક્ષણ અંગે તથા બીજા સેશનમાં નિવૃત્ત સેના કેપ્‍ટન જયદેવભાઇ જોષીએ સંગઠન અંગે તથા ત્રીજા સેશનમાં સૌ.યુનિ. ગુજરાતી ભવનના ડો. મનોજ જોષીએ પ્રેરણાત્‍મક અને ચોથા સેશનમાં ડો. બળવંતભાઇ જાની તથા અર્જુનભાઇ દવેએ રાજનીતિ અને પ્રાસંગીક છણાવટ કરી હતી. આમ બ્રહ્મપરિવારોને વિવિધ વિષય પર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્‍થાના પ્રમુખ તેજસ ત્રિવેદીએ સંભાળેલ. કાર્યક્રમનું એન્‍કરીંગ અર્જુન દવે તથા ડો. રાજેશ ત્રિવેદીએ સંભાળ્‍યુ હતુ. અંતમાં રાષ્‍ટ્રગીત સાથે ચિંતન શીબીરનું સમાપન કરાયુ હતુ.

(3:21 pm IST)