Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

શનિવારે લેઉવા- કડવા પટેલ સમાજનો વિનામૂલ્‍યે પસંદગી મેળો- ચિંતન શિબિર- મહાસભા

સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા આયોજનઃ નામ નોંધણી ચાલુ

રાજકોટઃ વિશ્વભરમાં વસતા લેઉવા અને કડવા પટેલો માટે ફ્રી યોગ્‍ય જીવનસાથી પસંદગી, ચિંતન શિબિર અને પાટીદાર મહાસભાનું આયોજન સમસ્‍ત પાટીદાર સમાજનાં મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, નાથાભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવ્‍યું છે.

સમસ્‍ત પાટીદાર સમાજ આગામી તા.૨૧ શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે લેઉવા- કડવા- કચ્‍છી સહિત તમામ સમાજના દીકરા- દીકરીના સગપણ માટે ભેગા થશે અને તેમાં પાત્ર પસંદગી કરાશે. દરેકને પાત્ર સરળતાથી મળી રહે અને ખોટા ખર્ચા ના થાય તે માટે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમસ્‍ત પાટીદાર સમાજની વેબસાઈટ ઓનલાઈન દ્વારા ૪૬૫ સગાઈ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં કોઈ દીકરા કે દીકરીને સ્‍ટેજ પર બોલાવવામાં આવતા નથી. તેમને ફકત હોલમાં બેઠાં બેઠાં જ દીકરા- દીકરીનું ફોર્મ સીલેકસન સ્‍કીન ઉપર કરવાનું હોય છે અને પછી તેમાંથી બીજાના ક્રોસમેચની મિટિંગ ત્‍યાંજ સ્‍થળ પર કરાવવામાં આવે છે. આમ અત્‍યારના આધુનિક યુગને ધ્‍યાનમાં લઈને જ અને બેસ્‍ટ પરિણામ મળવાના કારણે એકબીજાનો પરિચય ડિજિટલ સ્‍કીન દ્વારા કરાવવામાં આવે છે. તેથી દીકરા અને દીકરીના સગપણ માટે માતા- પિતા એક શહેર કે બીજા શહેર સુધી કે વિદેશ સુધી હેરાન થવું પડતું  નથી. તેમ આગેવાનોએ જણાવ્‍યું છે.આ અંગે વધુ વિગત માટે સમસ્‍ત પાટીદાર સમાજ, ૩- ગંગા જમુના સરસ્‍વતી ટાવર, યુનિ.રોડ, રાજકોટ, ફોન-૦૨૮૧- ૨૫૭૧૦૩૦, મો.૯૪૨૯૧ ૬૬૭૬૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:26 pm IST)