Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કેન્‍દ્રના મહત્‍વકાંક્ષી પ્રોજેકટ સંદર્ભે

રાજકોટ શહેર - જિલ્લાની બની રહેલ ટુરીઝમ સરકીટ માટે ૩ કરોડની ગ્રાન્‍ટની દરખાસ્‍ત મોકલતા કલેકટર

માહિતી ખાતાની કચેરી અને કોનોટ હોલ પણ આવરી લેવાય તેવી શક્‍યતા

રાજકોટ તા. ૧૮ : કેન્‍દ્ર સરકારના મહત્‍વકાંક્ષી  પ્રોજેકટોમાંના એક એવા ટુરીઝમ સર્કીટ અંતર્ગત દેશના તમામ જિલ્લાઓના પુરાતન અને સંસ્‍કૃતિ સાથે જોડાયેલ સ્‍થળોની તારવણી કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેર - જિલ્લામાં પણ એવા અનેક સ્‍થળો - સાઇટોને આવરી લેવામાં આવી છે જે પુરાતન કે સાંસ્‍કૃતિક વારસો ધરાવતી હોય. આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવેલ કે, તંત્ર દ્વારા ટુરીઝમ સર્કીટ વિકસાવવા માટે કેન્‍દ્ર પાસેથી અઢીથી ત્રણ કરોડની ગ્રાન્‍ટ ફાળવવા માંગણી કરવામાં આવી છે, હાલ સરકીટ તૈયાર થઇ રહી છે. ટુરીઝમ સર્કીટ અંતર્ગત બહારથી કોઇ વ્‍યકિત જે તે જિલ્લા કે શહેરમાં આવે ત્‍યારે તેને આસપાસના ફરવા અને જોવા લાયક સ્‍થળોની માહિતી મળી રહે અને તે પુરાતન અને સાંસ્‍કૃતિક વારસાથી અવગત થાય. કલેકટર જયુબેલી ખાતે બેસતી માહિતી ખાતાની કચેરી અને કોનોટ હોલની રૂબરૂ મુલાકાત લેનાર છે, આ બંને સ્‍થળોને પણ ટુરીઝમ સર્કીટમાં સામેલ કરવાની તજવીજ હાથ ધરાય તેવી શક્‍યતા છે.

 

(3:45 pm IST)