Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મિત્રને નાણા પાછા ચુકવી ન શકતાં ટેન્શનમાં વિશાલે ઝેરી દવા પીધી

આઠ માસ પહેલા લગ્ન વખતે ઉછીના લીધા હતાં: આજીડેમ ચોકડી ભારતનગરનો બનાવ
રાજકોટ તા. ૧૮: આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ બિહારના વિશાલ કુંદનભાઇ ચોેધરી (ઉ.વ.૨૨) નામના યુવાનને સાંજે ઘેર ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વિશાલના કહેવા મુજબ તેના લગ્ન આઠ મહિના પહેલા જ થયા છે. તેણે લગ્ન વખતે મિત્ર પાસેથી રૃા. ૭ હજાર ઉછીના લીધા હતાં. હાલમાં રકમ આપી શકતો ન હોઇ મિત્ર દ્વારા ઉઘરાણી થતી હોઇ ટેન્શનમાં આવી જતાં કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:49 pm IST)