Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ઘર પાસે કચરો ફેંકવા મામલે શારદાબેન અને ભાણેજ ડિમ્પલબેન પર હુમલો

પીરવાડી પાસે ગંગા જમુના સોસાયટીમાં બનાવઃ પડોશી અસ્મીતાબેને લાકડીથી ફટકાર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પીરવાડી નજીક લિજ્જત પાપડવાળી શેરીમાં ગંગા જુમાના સોસાયટી-૨માં રહેતાં શારદાબને અલ્પેશભાઇ ઘોડસરા (ઉ.૩૬)ને તેના ઘર પાસે જ રહેતાં અસ્મીતાબેન હિતેષભાઇ ચોટલીયાએ લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના અલ્પેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

શારદાબેનના બહેનની દિકરી ડિમ્પલબેન અમૃતભાઇ પટેલ પણ બાજુમાં રહે છે. તેના ઘર પાસે અસ્મીતાબેન પોતાના ઘરનો કચરો નાંખતા હોઇ તે બાબતે આ બંને વચ્ચે બોલાચાલી થતાં અસ્મીતાબેને ડિમ્પલબેનને મારકુટ કરી હતી. શારદાબેન વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યાનું જણાવાયું હતું.

ગાયકવાડીમાં શહેનાઝબેનને સોનલબેને મારકુટ કરી

બીજા બનાવમાં ગાયકવાડીમાં માતા સાથે રહેતી શહેનાઝબેન ઇમ્તિયાઝ દલ (ઉ.૩૭) નામની વિધવા મહિલા પોતાના સગાને ઘર નજીક મુકવા ગઇ ત્યારે ત્યાંજ રહેતી સોનલબેન નામની મહિલાએ અગાઉની માથાકુટનો ખાર રાખી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

(3:50 pm IST)