Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

૬૩ હજારની ચોરીનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલ્‍યો

નંદનવન સોસાયટીમાં બનાવ બન્‍યો હતો : રાજગીરી અને મયુરની ધરપકડઃ પીઆઇ અને પીએસઆઇ એ. બી. જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: દોઢસો ફુટ રીંગ રોડ પર નંદનવન સોસાયટીમાં આવેલા ગીરગામઠી રેસ્‍ટોરન્‍ટમાંથી રૂા. ૬૩૫૦૦ની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી બે કર્મચારી રાજગીરી માનગીરી મેઘનાથી તથા મયુર નાનજીભાઇ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. આ બંને પાસેથી રોકડા ૬૩૨૦૦ અને ૨૦ હજારના બે મોબાઇલ ફોન કબ્‍જે લેવાયા છે. રાજગીરી મુળ જુનાગઢ માળીયા હાટીના તાબેના ગડુનો વતની છે અને મયુર મુળ જુનાગઢ મંગલધામ સોસાયટીનો વતની છે. હાલમાં બ઼ને રાજકોટ રહે છે. બંનેએ તા. ૧૭/૬/૨૧ થી ૧૫/૫/૨૨ સુધીના ગાળામાં ૬૩૫૦૦ની કટકે કટકે ચોરી કરી હતી. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. ભગીરથસિંહ ખેર, જેન્‍તીગીરી ગોસ્‍વામી, ગોપાલસિંહ જાડેજા, વનરાજ લાવડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.

(4:03 pm IST)