Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજકોટ જિલ્લામાં કોરોના 'ઢળી' પડયો : ગઇકાલે ૯૭૧ ટેસ્ટ, માત્ર ૧ પોઝિટિવ

અત્યાર સુધીમાં કુલ ૫ લાખથી વધુ ટેસ્ટ : હાલ એકટીવ કેસ માત્ર ૧૧૨

રાજકોટ તા. ૧૮ : કોરોનાની બીજી લહેર શાંત થતાં તેની અસર રાજકોટ જિલ્લામાં વર્તાઇ રહી છે. એક સમયે કોરોનાનો પોઝિટિવ રેઇટ ૧૨ ટકાથી વધુ પહોંચી ગયેલ તે ઘટીને ૦.૧ ટકાએ પહોંચી ગયો છે.

જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કરેલ આંકડા મુજબ ગઇકાલે તા. ૧૭મીએ કુલ ૯૪૧ લોકોના ટેસ્ટ કરવામાં આવેલ. જેમાંથી માત્ર ૧ને કોરોના પોઝિટિવ માલુમ પડેલ છે. પોઝિટિવિટી રેઇટ ૦.૧ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૫,૧૭,૯૭૨ ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાંથી ૧૪૮૬૮ પોઝિટિવ જોવા મળેલ. હાલ એકટીવ કેસ ૧૧૨ છે. જેમાંથી ૧૬ હોસ્પિટલમાં ૨૪ આરોગ્ય કેન્દ્રોમાં અને ૭૨ હોમ આઇસોલેશનમાં છે. આ આંકડાઓ રાજકોટ મહાનગર સિવાઇના જિલ્લાના નગર અને ગ્રામ્ય વિસ્તારના છે. સત્તાવાર ચિત્ર આંક ઠારનારૂ છે. આજથી બરાબર બે માસ પૂર્વે ૧૮ એપ્રિલે જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના ૧૨૮ નવા કેસ નોંધાયા હતા. અત્યારે કોરોના શાંત થયો છે, નષ્ટ થયો નથી. હજુ પૂરતી સાવચેતી જરૂરી છે.

(1:06 pm IST)