Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સિવિલ હોસ્પિટલના લાભાર્થે રવિવારે શિલ્પન આઇકોનમાં રકતદાન કેમ્પ

કોરોનાથી મૃત્યુ પામનાર દિપ્તીબેન નાદપરાના સ્મરણાર્થે આયોજનઃ ૧૦૦ રકતદાતા અગાઉથી નોંધાઇ ગયા

રાજકોટ તા. ૧૭: યુનિવર્સિટી રોડ પાટીદાર ચોક પાસે ગંગોત્રી પાર્ક રોડ પર આવેલા શિલ્પન આઇકોનના બેન્કવેટ હોલ ખાતે રવિવારે સવારે ૯ થી ૧ સુધી સિવિલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે.

સ્વ. દિપ્તીબેન રૂપેશભાઇ નાદપરાના સ્મરણાર્થે યોજાયેલા આ રકતદાન કેમ્પમાં એકઠુ થનાર રકત સિવિલના થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા કેન્સર, કિડની અને બીજા જરૂરીયાતમંદોને વિનામુલ્યે મળી શકે એ આશયથી આ કેમ્પ યોજાયો છે. કેમ્પમાં એડવાન્સમાં જ ૧૦૦ રકતદાતાના નામ નોંધાઇ ચુકયા છે. પ્રમુખ અતુલભાઇ જાવીયા, ઉપપપ્રમુખ જયંતિભાઇ કુંડારીયા, મંત્રી સુરેશભાઇ વાછાણી, રૂપેશભાઇ નાદપરા અને માર્ગદર્શક રસિકભાઇ શિહોરા જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:49 pm IST)