Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સોમવારે વિશ્વ યોગા દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે યોગાનો વિશેષ કાર્યક્રમ

સંચાલિકાઃ યોગા માસ્ટર ઓશો સન્યાસીની નિના જોષી (પ્રેમનંદિની) જેઓની અષ્ટાંગ યોગ, યોગ મેડિટેશન, પ્રાણાયામ, ચરૂ હિલિંગમાં માસ્ટરીઃ ગુજરાતી યોગ બોર્ડના તથા લાઈફ મિશનમાં યોગ ટ્રેનરનો બહોળો અનુભવ : કોરોનાની વેકસીન લીધેલ હોય તેઓને સહભાગીતા માટે વેકસીનનુ સર્ટિફીકેટ અથવા મોબાઈલમાં મેસેજ બતાવવો અત્યંત જરૂરી છે

રાજકોટઃ. ઓશોના સૂત્ર ઉત્સવ અમાર જાતિ આનંદ અમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૫ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવારનવાર ઉજવવામાં આવે છે જેનુ સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

તા. ૨૧ જૂન સોમવારના રોજ વિશ્વ યોગા દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે હર સાલની માફક સાંજે ૬.૩૦ થી ૭.૪૫ દરમ્યાન ઓશો સન્યાસીની યોગા માસ્ટર નિના જોષી (માં પ્રેમનંદિની) દ્વારા વિવિધ યોગા કરાવાશે તથા યોગા વિશેની માહિતી આપશે. તેઓશ્રીએ યોગા પર ડિપ્લોમાં કોર્ષ કરેલો છે તથા ગુજરાત યોગ બોર્ડના ટ્રેઈનર તથા લાઈફ મિશન યોગ ટ્રેઈનર છે. તેઓશ્રી આર્ટ ઓફ લીવીંગના ભૂતપૂર્વ ટીચર છે. યોગા અને સંધ્યા સત્સંગ બાદ કાર્યક્રમ પુરો થશે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં, ૪-વૈદ્યવાડી, 'ડી' માર્ટની પાછળની શેરી, રાજકોટ.

વિશેષ માહિતીઃ સ્વામિ સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦      

(2:53 pm IST)