Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

'સેવ ધ સેવીઅર્સ-બચાવનારાઓને બચાવો'...આઇએમએના એલાન સંદર્ભે

પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબિબોએ કાળા કપડા પહેરી તબિબો પર થતાં હુમલાઓને વખોડ્યા

રાજકોટઃ દેશભરમાં અવાર નવાર તબિબો પર હુમલાઓ થતાં રહે છે. આવી ઘટનાઓને કારણે તબિબો સતત ભય અનુભવે છે. દરમિયાન આઇએમએ દ્વારા 'બચાવનારાઓને બચાવો' એ સુત્ર હેઠળ તબિબો પર થઇ રહેલા હુમલાઓને વખોડી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઇ દેશભરમાં શાંતિપુર્ણ રીતે સરકારી મેડિકલ કોલેજો-સિવિલ હોસ્પિટલના તબિબો  આવી ઘટનાને વખોડી રહ્યા છે. તે અંતર્ગત રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબિબો, વિદ્યાર્થીઓએ આજે કોલેજ કેમ્પસમાં 'સેવ ધ સેવિયર્સ'ના બેનર્સ સાથે નેશનલ પ્રોટેસ્ટ ડે મનાવ્યો હતો અને તબિબો પર થઇ રહેલા હુમલાઓની ઘટનાને કાળા રંગના કપડા પહેરીને તેનો વિરોધ કર્યો હતો. સ્ટોપ એટેક ઓન ડોકટર, સ્ટોપ વાયોલેન્સ અગેઇન ડોકટર સહિતના બેનર્સ સાથે તબિબો હાજર રહ્યા હતાં (ફોટોઃ અશોક બગથરીયા)

(2:53 pm IST)