Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રવીવાર GPSC દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફીસર માટે રાજકોટમાં પરીક્ષા : કોરોના હશે તો પણ પરીક્ષા આપી શકશે

તમામ પ૪ કેન્દ્રોના સુપરવાઇઝરોને તાલીમઃ કુલ પ૪ કેન્દ્રો-૧રપ૦૦ ઉમેદવારો... : ઉમેદવારને કોરોના હોય તેમણે શનિવાર સાંજ સુધીમાં જાણ કરવાની રહેશે

રાજકોટ એડી.કલેકટર શ્રી પરિમલ પંડયા દ્વારા રવિવારે લેવાનાર GPSC ની પરીક્ષાના પ૪ કેન્દ્રોના તકેદારી-સુપરવાઇઝોને તાલીમ અપાઇ તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ : કોરોના નેસ્તનાબુદ થયો છે, હવે જુજ કેસો આવી રહ્યા છે. ત્યારે GPSCદ્વારા વિવિધ તબકકાની પરીક્ષાઓ લેવાનું શરૂ કરાયું છે.

રવીવારે રાજકોટમાં GPSC દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફીસર માટે પ્રાથમીક પરીક્ષા લેવાશે, કુલ પ૪ કેસો ઉપર ૧રપ૦૦ થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.

રવિવારે લેવાનાર પરીક્ષામાં જો કોઇ ઉમેદવારને કોરોના હશેતો પણ તેને પણ પરીક્ષા આપવા દેવાશે, અને તેમના માટે અલગથી વ્યવસ્થા થશે, અને કોરોનાગ્રસ્ત ઉમેદવારને એક બેચમાં એકને બેસાડાશે.

ગઇકાલે સાંજે પ૪ કેન્દ્રોના સુપરવાઇઝરો એડી.કલેકટર દ્વારા તાલીમ અપાઇ હતી, કોરોના સંંક્રમિત ઉમેદવારને શનિવાર સાંજ સુધીમાં તંત્રને જાણ કરવી ફરજીયાત હોવાનું ઉમેર્યું હતું.

(4:24 pm IST)