Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજકોટ પૂરવઠાની કાર્ડ હોલ્ડરો માટે હવે ટોકન સિસ્ટમ ભારે ધસારો વધતા ચારેય ઝોનમાં કાર્યવાહી કરાઇ

દરેક ઝોનમાંં રોજના ૧પ૦ થી ર૦૦ ટોકન અપાય છેઃ બપોર બાદ પણ કામગીરી ચાલુ

રાજકોટ તા. ૧૮ : કોરોના કાળમાં પૂરવઠાની રેશનીંગ કાર્ડની કામગીરી ૧ાા થી ર મહિના ઠપ્પ રહી હતી, ગયા અઠવાડિયાથી કલેકટરે સૂચના આપતા ડીએસઓ દ્વારા ચારેય ઝોનની રેશનીંગ કાર્ડ ઓનલાઇન કામગીરી શરૂ કરાવી છે, પરંતુ સતત ર મહિના કામ બંધ રહેતા તમામ ઝોનમાં સવારે૧૦ વાગ્યાથી લોકોના ટોળા ઉમટી રહ્યા છે, અને સોશ્યલ ડીસ્ન્ટસનો છેદ ઉડતા ડીએસઓની સુચના બાદ દરેક ઝોનમાં હવે ટોકન સિસ્ટમ ચાલુ કરી દેવાઇ છે.

દરેક ઝોનલ અધીકારી રેશનીંગકાર્ડ હોલ્ડરોને સવારે ૧૦ વાગ્યાથી ટોકન આપી દે છે, અને બાદમાં ૧૦ાા વાગ્યાથી કામ શરૂ થતા ટોકન મુજબ અરજદારોને બોલાવી કાર્યવાહી કરાઇ છે, દરેક ઝોનમાં રોજના ૧પ૦ થી ર૦૦ ટોકન અપાય છે, બપોર બાદ પણ કામગીરી ચાલૂ રખાય છે, પરીણામે લોકો હેરાન ન થાય.

દરમિયાન રાજકોટ શહેર-જીલ્લામાં જે રરપ દૂકાનો ઉપર પુરવઠો પહોંચવાનો બાકી  હતો તે પહોંચાડી દેવાયાનું અને હવે પ થી ૭ ટકા દુકાનો બાકી રહ્યાનું અને સસ્તા અનાજની દુકાનો ઉપર કામગીરી નિયમીત બની ગયાનું સાધનોએ કહ્યું હતું.

(4:28 pm IST)