Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજકોટ ગ્રામ્‍ય પોલીસનો સપાટો : વાહનો ખાણખનીજના બીન અધિકૃત વહન કરતા પકડી પાડયા

રૂ. ૧,૪પ,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્‍ત

રાજકોટ : રાજકોટ રેન્જના સુરેન્દ્રનગર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેર-કાયદસર  રીતે ખાણ-ખનીજનુ વહન કરતા વાહનો સાથે આશરે સવા કરોડનો મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ પકડી પાડ્યો હતો.

શ્રી સંદીપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ રાજકોટ રેન્જમાં ખાણ-ખનીજને લગતી ગેરકાયદેસરની પ્રવુતીઓ ઉપર રેઈડો કરવા સુચના આપેલ જેથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ શ્રી જે.એસ.વાઢેર સાહેબ મદદનીશ નીયામક શ્રી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ એફ.એસ.રાજકોટ વિભાગ, કે.એમ.સોલંકી રોયલ્ટી ઈન્સપેકટર, એસ.એસ.બારૈયા રોયલ્ટી ઈન્સપેકટર ને સાથે રાખી એ.આર.ગોહિલ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઈન્સ.શ્રી વી.એમ.કોલાદરા, એસ.ઓ.જી. પો.સબ.ઈન્સ. એચ.એમ.રાણા, જીલ્લા ટ્રાફીક પો.સબ.ઈન્સ. ડી.એલ.ખાચર નાઓની અલગ અલગ ટીમો બનાવી રાજકોટ જીલ્લામાં ત્રણ ટીમો તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં એક ટીમ મોકલી આપી રાજકોટ જીલ્લાના વિંછીયા પો.સ્ટે. તથા શાપર-વેરાવળ પો.સ્ટે.વિસ્તારમાંથી ખાણ-ખનીજના બીન અધિકૃત વહન કરતા ૩ (ત્રણ) ડમ્પર વાહન તથા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પો.સ્ટે.તથા નાનીમોલડી પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ ૯ (નવ) ડમ્પર વાહનો ખાણ-ખનીજના બીન અધિક્રુત વહન કરતા મળી આવતા કબ્જે કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ : -

ડમ્પર વાહન નંગ ૧૨ કિ.રૂ.૧,૨૦,૦૦,૦૦૦/- (એક કરોડ વીસ લાખ) તથા રેતી આશરે રપ,૦૦,૦૦૦/- મળી કુલ ર.૧,૪૫,૦૦,૦૦૦/--નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ:-

એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. એ.આર.ગોહિલ, શ્રી કે.એમ.સોલંકી રોયલ્ટી ઈન્સપેકટર, એસ.એસ.બારૈયા રોયલ્ટી ઈન્સપેકટર, એસ.ઓ.જી.શાખાના પો.સબ ઇન્સ. એચ.એમ.રાણા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઈન્સ.શ્રી વી.એમ.કોલાદરા, જીલ્લા ટ્રાફીક પો.સબ.ઈન્સ. ડી.એલ.ખાચર સહિતના એ કામગીરી કરી હતી.

(12:02 am IST)