Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

નલ સે જલ યોજના’ યોજનાં અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૩૭,૦૩૭ નળ કનેકશન અપાયા

 

રાજકોટ ; લોકોની પાયાની જરૂરીયાત પુરી પાડવા સરકાર કટિબધ્ધ રહી છે. ત્યારે ગુજરાતનાં છેવાડાના માનવીને પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તે હેતુસર રાજયસરકાર દ્વારા ‘નલ સે જલ યોજના’ વર્ષ ૨૦૦૨ થી કાર્યાન્વિત બનાવવામાં આવી છે.  આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૩૭,૦૩૭ નળ કનેકશન આપવામાં આવ્યા છે. 

આ યોજના હેઠળ ધોરાજી તાલુકા ખાતે કુલ ૬૦, ગોંડલ તાલુકામાં કુલ ૩૭૯૮, જામકંડોરણામાં કુલ  ૬૧, જસદણમાં કુલ ૭૪૨૩, જેતપુરમાં કુલ ૬૬, કોટડાસાંગાણીમાં કુલ ૩૪૬૬, લોધીકામાં કુલ ૩૩૮૧, પડધરીમાં કુલ  ૯૭૦, રાજકોટમાં કુલ ૧૪૪૫૧, ઉપલેટામાં કુલ ૫૪૦ અને વિછીંયામાં કુલ ૨૮૨૧ નળ કનેકશનનો સમાવેશ કરી સમગ્ર જિલ્લામાં ૩૭૦૩૭ નળ કનેકશન આપવામાં આવ્યા છે. તેમ જિલ્લા કો - ઓર્ડિનેટર સંજયભાઈ પાન્સુરીયાની યાદીમાં જણાવાયુ છે.  

(1:07 am IST)