Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાષ્‍ટ્રીય કક્ષાની સબ જુનીયર સ્‍વીમીંગ સ્‍પર્ધાનુંમુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ઉદ્દઘાટન

રાજકોટમાં ર૪મીથી આયોજીત : તા. ર૪ થી તા. ર૬ સુધી સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગારમાં ચાલશેઃ શુક્રવારે સાંજે ૪-૩૦ કલાકે ખુલ્લી મુકાશેઃ દેશભરમાંથી પ૦૦થી વધુ તરવૈયાઓ ધુબાકા મારશે

રાજકોટ તા. ૧૭: આગામી તા. ર૪ થી ર૬ સુધી ત્રણ દિવસ રાજકોટનાં આંગણે સ્‍વીમીંગ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાની ૩૮મી સબ જુનીયર નેશનલ ચેમ્‍પિયનશીપ ર૦રર નું આયોજન રાજકોટ ડીસ્‍ટ્રીક સ્‍વીમીંગ એશોસિએશનને ફાળવવામાં આવેલ છે. આ સ્‍પર્ધાનું તા. ર૪ સાંજે ૪-૩૦ વાગ્‍યે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ઉદ્દઘાટન થશે.

આ સ્‍પર્ધાના ચેરમેન તરીકે અગ્રણી ઉદ્યોગપતિ અને સાપર વેરાવળ ઇન્‍ડ. અશોસિએશનનાં ચેરમેન અને ખોડલધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી રમેશભાઇ ટીલારા અને કો. ચેરમેન તરીકે ફાલ્‍કન ગ્રુપના ડાયરેકટર કમલનયન સોજીત્રાની વરણી કરવામાં આવેલ છે.

આ સ્‍પર્ધા અંગે વિગતો આપતા રાજકોટ ડીસ્‍ટ્રીક સ્‍વીમીંગ એશોસિએશનના પ્રમુખ ઉમેશ રાજયગુરુ અને સેક્રેટરી બેકિમ જોષીએ જણાવાયું કે કોરોના કપરા સમય ગાળામાં સ્‍વીમીંગ અને અન્‍ય રમતો બંધ હતી ત્‍યારે આ સ્‍પર્ધા ૩ વર્ષસ્‍ પછી કરવામાં આવે છે. આ સ્‍પર્ધાની શરૂઆત રાજકોટથી થતા રાજકોટ અને સમગ્ર ગુજરાતના સ્‍વીમરમાં અનેરો આનંદ જોવા મળે છે.

સફળ આયોજન માટે ફીનાનાં વાઇસ પ્રેસિડેન્‍ટ વિરેન્‍દ્રભાઇ નાણાવટી, સ્‍વીમીંગ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના સેક્રેટરી મોનલભાઇ ચોકસી ઇન્‍ટરનેશનલ વોટરપોલો રેફરી અને પૂર્વ સેક્રેટરી કમલેશભાઇ નાણાવટી, જીનીયસ એજયુકેશન ગ્રુપના ડાયરેકટર ડી. વી. મહેતાના માર્ગદર્શન હેઠળ એશોસિએશનના ઉપપ્રમુખ પ્રકાશ કલોલા અને ખજાનચી દિનેશ હાપાણી, નીરજભાઇ દોશી, જયશ્રીબેન ભગવતીબેન જોષી, શીતલબેન હાપાણી, સાગર કકકડ, મયુરસિંહ જાડેજા, યશ વાકાણી, દિવ્‍યેશ ખૂટ, વિજય ખૂટ, ભરત કિયાળા, અમિત સાકરિયા, અમિત સોરઠીયા, નિલેશભાઇ રાજયગુરુ, નિમિષ ભારદ્વાજ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સ્‍વીમીંગ સ્‍પર્ધામાં સમગ્ર ભારતમાંથી ૪પ૦ થી વધારે સ્‍પર્ધકો ભાગ લેશે તથા જુદી જુદી સ્‍વીમીંગની સ્‍ટાઇલ જેમકે ફ્રી સ્‍ટાઇલ, બટરફલાય, બેક સ્‍ટોક, બ્રેસ્‍ટસ્‍ટ્રોક આમ ચાર સ્‍ટાઇલમાં સ્‍પર્ધકો એમનું કોવત દેખાડશે.

આ સ્‍પર્ધામાં ડાઇવીંગ હરીફાય પણ સામેલ છે. સમગ્ર સ્‍પર્ધાને સફળ બનાવવા અલગ અલગ કમિટીની રચના કરવામાં આવેલ છે જેમાં ડો. વિજય મહેતા, હિરેનભાઇ ગોસ્‍વામી, સંજયભાઇ વઘાશિયા, ચિરાગ સંઘવી, હિરવા ભારદ્વાજ, પાયલ કાચા, મૈત્રી જોષી, વિશવા પરમાર, કેયુર રાજયગુરુ, અશોકભાઇ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, દર્શન જોષી, મૌલિક કોટીચા, હનીબેન જોબનપુત્રા, જય પરમાર, ધૈર્યત રામાણી, અલ્‍કાબેન ચાવડા, હરેશભાઇ ગોસ્‍વામી, અશોકભાઇ મઢવી, હિતેષભાઇ ટાંક, જીગર ઠકકર, દુષ્‍યંત જોશી, સલીમ મકરાણી, ઋષભભાઇ વ્‍યાસ સ્‍વીમીંગ ખેલાડીઓ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:28 pm IST)