Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજકોટ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલની સ્‍થિતિ જાણવા સરકારી પેટ્રોલ પંપ ધારકો સાથે કલેકટર-પુરવઠાની મીટીંગઃ મુશ્‍કેલીઓ અંગે જણાવો

હાલ પૂરતો જથ્‍થો છેઃ લોકોએ ગભરાવાની જરૂર નથીઃ સપ્‍લાય પૂરતો ચાલુ રહેશે : ખાનગી પેટ્રોલ પંપની સ્‍થિતિ અંગે તંત્રને ખબર નથીઃ નાયરાના બે પંપ બંધ થઇ ગયા... : પુરવઠા નિગમના ગોડાઉનમાંથી કેટલાક ટ્રકો વજન વગર નીકળી ગયાની ભારે ચર્ચાઃ દુકાનદારોમાં દેકારોઃ મામલતદાર સખીયા કહે છે..હાલ તપાસ ચાલુ છેઃ ગણતરી બાદ જાણ થશેઃ DSO રૂટીન વીઝીટ-ચકાસણીમાં આવેલ.

રાજકોટ તા. ૧૭: અમદાવાદ-સાણંદ વિરમગામ ક્ષેત્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સંદર્ભે લાંબીલાઇનો લાગતા કલેકટર તથા રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે ગઇકાલે રાજકોટ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલની સ્‍થિતિ જાણવા રાજકોટ શહેર-જીલ્લાના સરકારી અથવા સરકાર હસ્‍તકના ર૦૦ થી રપ૦ પેટ્રોલ પંપ ધારકોની તાકિદની મીટીંગ બોલાવી સંચાલકો પાસેથી પેટ્રોલ-ડીઝલના સ્‍ટોક અંગે વિગતો જાણી હતી.
પેટ્રોલ-ડીઝની ક્રાઇસીસ બાદ અને સપ્‍લાય ઘટવા અંગેની હવા-અફવા સંદર્ભે કલેકટરે આગમચેતીના પગલા રૂપે મીટીંગ બોલાવી જથ્‍થાની સ્‍થિતિ-કયાંથી આવે છે, સંચાલકોને સમયસર પેટ્રોલ-ડીઝલ મળે છે કે કેમ, ન મળતો હોય તો જણાવો, અન્‍ય કોઇ મુશ્‍કેલી હોય તો જણાવો તે તમામ વિગતો તંત્રે જાણી હતી. દરમિયાન કલેકટર તંત્રે અપીલ કરી છે, શહેર-જીલ્લામાં હાલ પુરતો જથ્‍થો છે, લોકોએ કોઇ ગભરાટ રાખવાની જરૂરત નથી, સપ્‍લાય પુરતો ચાલુ રહેશે.
ખાનગી પેટ્રોલ પંપ માલીકોની સ્‍થિતિ અંગે પૂછતા તંત્રે જણાવેલ કે એ બાબતે હાલ તંત્ર પાસેકોઇ જાણકારી નથી, નાયરાના રૈયા-નાનામવા ક્ષેત્રના બે પંપ બંધ થઇ ગયાની વિગતો બહાર આવી છે.
દરમિયાન પુરવઠા નિગમમાં ગઇકાલે ૧પ થી ર૦ જેટલા ટ્રકો-ઘઉં-ચોખાના-ટ્રકના વજન કર્યા વગર નિકળી ગયાની અફવા થતા અમુક દુકાનદારો દોડી ગયા હતા, ભારે દેકારો મચી ગયાનું કહેવાય છે, જો કે આ બાબતે રાજકોટ પુરવઠા નિગમના મામલદાર શ્રી સખીયાએ ‘‘અકિલા''ને જણાવેલ કે કોઇ ર૦ ટ્રક વજન વગર નીકળ્‍યા નથી, આટલા તો આખા જીલ્લામાં પણ ટ્રક નથી, એવીકોઇ ઘટના બની નથી, હાલ આમ છતાં તપાસ ચાલુ થશે, ગણતરી બાદ વિગતો મેળવી શકાશે.
ઝલ્‍બ્‍ તપાસમાં દોડીઆવેલ તે અંગે શ્રી સખીયાએ જણાવેલ કે ઝલ્‍બ્‍ રૂટીન તપાસમાં આવ્‍યા હતા, ચકાસણી કરી હતી, ટ્રકો નીકળી ગયા અંગે ઝલ્‍બ્‍ નું તંત્ર જ તપાસ કરી રહ્યું છે. દરમિયાન પુરવઠા નિગમમાં સીસી ટીવી કેમેરા લગાવવા અંગે નવો વે બ્રીજ બનાવવા અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે, આ વે બ્રીજમાં ટ્રક આવશે એટલે ડાયરેકટ ફોટો પડી જશે, કેટલો માલ આવ્‍યો-કેટલો ગયો તે પણ જાણકારી મળશે.

 

(3:41 pm IST)