Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજકોટના નવાગામમાં એક વર્ષથી કેનેડીનો શખ્‍સ નકલી જંતુનાશક દવા બનાવી સોૈરાષ્‍ટ્ર-ગુજરાતમાં ધાબડતો હતો

૧૩.૫૩ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટની ટીમનો દરોડોઃ પીએસઆઇ એન.આર. વાણીયા, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાની બાતમીઃ દવાના નમુના એફએસએલમાં મોકલાયા

રાજકોટ તા. ૧૭: નવાગામ રૂડાનગર ટ્રાન્‍સપોર્ટમાં આવેલા નેચર ગ્રીન ક્રોપ સાયન્‍સ નામના કારખાનામાં ગેરકાયદેસર રીતે ખેતીને લગતી જંતુનાશક દવાઓ બનાવી વેંચાણ કરવામાં આવતું હોવાની બાતમી પરથી કુવાડવા રોડ પોલીસે દરોડો પાડતાં માહિતી સાચી ઠરી હતી. પોલીસે અલગ અલગ પ્રકારની જંતુનાશક દવાઓ, વલોણુ, ઇલેક્‍ટ્રીક વજનકાંટો, અલગ અલગ કંપનીના નામો લખેલા રેપર-સ્‍ટીકર મળી રૂા. ૧૩,૫૩,૦૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી કારખાના માલિકની અટકાયત કરી હતી. દવાઓના નમુના લઇ પરિક્ષણ માટે મોકલ્‍યા છે. જેનો રિપોર્ટ આવ્‍યા બાદ આગળ કાર્યવાહી થશે. મુળ કલ્‍યાણપુરના કેનેડી ગામના સતવારા શખ્‍સે એકાદ વર્ષથી આ કારખાનુ ચાલુ કર્યુ હતું. તે નકલી દવાઓ બનાવી રાજકોટ, સોૈરાષ્‍ટ્ર, ગુજરાતમાં સપ્‍લાય કરતો હોવાનું રટણ કર્યુ હતું.
કુવાડવા રોડ પોલીસ મથકના પીએઅસાઇ એન. આર. વાણીયા અને કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નવાગામ રૂડાનગર ટ્રાન્‍સપોર્ટમાં નેચર ગ્રીન ક્રોપ સાયન્‍સ નામના બ્રિજેશભાઇ ભોલાભાઇ ખાણધર (સતવારા) (ઉ.વ.૩૦-રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક રાધા મીરા સોસાયટી-૨, મુળ કેનેડી તા. કલ્‍યાણપુર જી. દેવભુમિ દ્વારકા) હાજર હતો. તેના કારખાનામાંથી લાયસન્‍સ વગરની પ્રેસ્‍ટીસાઇડ દવાઓની બોટલો, સાધનો મળી આવતાં એગ્રીકલ્‍ચર ઓફિસર પી. એસ. મકવાણાને બોલાવી તપાસ કરાવી શંકાસ્‍પદ દવાઓના નમુના લેવડાવી દવાઓ, સાધનોનો જથ્‍થો જપ્‍ત કરવાની કાર્યવાહી થઇ હતી.
પોલીસે કેન્‍ટોપ, તાંડવ સુપર, આર્થન, ટેક્કા, કિલ આઉટ, ક્રાંતિ, નેચરમાઇટ, પ્રોફીક્‍સ સુપર સહિતની અલગ અલગ કંપનીની જંતુનાશક દવાની અલગ અલગ વનજનની બોટલો મળી આવી હતી. આ દવાઓ મિક્‍સ કરવા માટેનું વલોણું તથા બોટલો પર ચોંટાડવા માટેના અલગ અલગ સ્‍ટીકર્સનો જથ્‍થો તથા વજન કાંટો પણ હોઇ આ તમામ સાધન સામગ્રી કબ્‍જે કરી કારખાનેદાર બ્રિજેશની ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી હતી.
દવાઓના નમુનાનો રિપોર્ટ આવ્‍યા બાદ આગળની કાર્યવાહી થશે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ એન. આર. વાણીયા, હેડકોન્‍સ. કિશોરભાઇ પરમાર, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી

 

(10:52 am IST)